શુભાંગી અત્રેની (ભાભીજી) ગણેશોત્સવની ખુશીમાં ડૂબકીઓ!
દસ દિવસના ગણેશોત્સવની ઉજવણી દરમિયાન આસપાસમાં અત્યંત સ્વર્ણિમ વાતાવરણ સર્જાતું હોય છે. પરિવારો તેમના બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરવા માટે ઘરોને સજાવે છે, જેને લઈ વાતાવરણ જીવંત બને છે અને સર્વત્ર ખુશીઓ જોવા મળે છે. આવા સંજોગોમાં
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભીનું જાણીતું પાત્ર ભજવતી શુભાંગી અત્રે આ તહેવારમાં સક્રિય રીતે સહભાગી થઈ છે અને તહેવાર માટે પોતાનો જોશ દર્શાવે છે. તાજેતરના વાર્તાલાપમાં અભિનેત્રીએ ભગવાન ગણેશ સાથે ઊંડો સંબંધ અને ઉત્સવ માટે પોતાના લગાવ વિશે મજેદાર વાતો કરી.
1. ગણેશચતુર્થી ભારતમાં મોટે પાયે ઊજવવામાં આવે છે. કલાકાર અથવા સેલિબ્રિટી તરીકે તારો અનુભવ કેવો છે, આ તહેવાર કઈ રીતે ઊજવે છે અને આ સમયે તારા દર્શકા સાથે કઈ રીતે જોડાય છે?
ગણેશચતુર્થી મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે અને હું મારા ઘર અને સમુદાયમાં બાપ્પાનું સ્વાગત કરવા આખું વર્ષ આતુરતાથી વાટ જોતી રહું ચું. આ દસ દિવસ દરમિયાન વાતાવરણમાં ઊર્જા અને હકારાત્મક લહેર હોય છે, જેની હું ઊંડાણથી સરાહના કરું છું.
કોઈ પણ સમર્પિત ભક્તની જેમ મને પણ પંડાલમાં અદભુત મૂર્તિઓ અને સ્વર્ણિમ સજાવટ જોવા જવાનું ગમે છે. જોકે જાહેર હસ્તીઓને પંડાલમાં જવાનું પડકારજનક હોય છે, કારણ કે અમારા ચાહકો ત્યાં હંમેશાં મોજૂદ હોય છે, જેઓ ફોટો લઈને, વાર્તાલાપ કરીને, અમારા કામ માટે સરાહના કરીને વગેરે વિવિધ રીતે તેમનો પ્રેમ દર્શાવે છે. તેમના ટેકા માટે હું ખરેખર આભારી છું, કારણ કે તેઓ જ અમને સેલિબ્રિટીનો દરજ્જો અપાવતા હોય છે.
સલામતીની ચિંતાઓને લીધે પંડાલ મુક્ત રીતે જોવામાં અમારે માટે મર્યાદાઓ આવી જાય છે. આમ છતાં હું અડગ છું. હું ઈરાદાપૂર્વક મારા પરિવાર, ફ્રેન્ડ્સ અને સાથીઓ સાથે પ્રસિદ્ધ પંડાલની મુલાકાત લેવાનો પ્રયાસ કરું છું. તાજેતરમાં મારા વતન ઈન્દોરમાં મને મારા વહાલા ફ્રેન્ડ્સ સાથે મહાઆરતીનો લાભ મળ્યો મળ્યો.
તે અવિસ્મરણીય અનુભવ હતો. ગણેશમૂર્તિ અદભુત હતી, તેના સૌંદર્યથી હું સંપૂર્ણ મોહિત થઈ ગઈ હતી અને એકંદર અનુભવ ખરેખર પાવન હતો. અમે અમારા ચાહકો સાથે આરતીમાં જોડાયા અને તેમણે અમને આપેલો પ્રેમ અને વહાલે ઈન્દોર માટે મારો લગાવ વધારવાનું કામ કર્યું છે.
2. ભગવાન ગણેશ સાથે તારા જોડાણ વિશે કહે. તું કેટલા સમયથી ગણેશચતુર્થીની ઉજવણી કરે છે અને બાપ્પા ઘરે લાવવાનો તારો પહેલો અનુભવ કેવો હતો?
ગણપતિ બાપ્પા મારા મનમાં અજોડ સ્થાન ધરાવે છે. મારા જીવનમાં ઉતારચઢાવ થકી મોટા ભાઈની જેમ તે મારા પડખે રહ્યા છે. જાણે તેઓ મને બાંયધરી આપતા હોય, “ચિંતા નહીં કર, હું તારે માટે અહીં છું.” બાપ્પા અમારા પૂર્વજોથી પધારતા આવે છે અને તે દિવસોમાં અમે દોઢ દિવસ માટે બાપ્પાને લાવતા ત્યારે અમારા પરિવારમાં બેસુમાર ખુશી રહેતી હતી. આ વિશેષ અવસરની તૈયારીઓ બે સપ્તાહ પૂર્વેથી જ શરૂ થઈ જતી.
મારા પિતા અને બહેનો ક્રિયાત્મક પાસાંનું ધ્યાન રાખતાં. અમે વહેલા ઊઠી જતાં, પારંપરિક પોશાક પહેરતાં, પ્રતિષ્ઠાપના કરતાં અને સવારે આરતી કરતાં. અમારા મહેમાનો સવારથી જ આવવાનું શરૂ કરતા અને પરંપરા સાથે વળગી રહેતાં અમે આશરે 100થી 150 સંબંધીઓ અને મિત્રોની યજમાની કરતા. મારી બહેનો અને માતાની મદદથી અમે મોદક, લાડુ, માલપૂડા અને ખીર જેવી પારંપરિક વાનગીઓ બાપ્પા અને અમારા માનવંત મહેમાનો માટે બનાવતાં.
3. કલાકારો મોટે ભાગે વ્યસ્ત હોય છે. ગણેશચતુર્થીની ઉજવણીનો જોશ અને તૈયારીઓ વચ્ચે તારા કામની કટિબદ્ધતાઓને તું કઈ રીતે નિભાવે છે?
ગણપતિ બાપ્પા અમારા ઘરને ભરપૂર ખુશી અને હકારાત્મકતાથી ભરી દે છે. ભગવાન ગણેશજીની મૂર્તિ જોતાં મારો રોમાંચ ચરમસીમાએ પહોંચે છે. મારી પુત્રી આ વર્ષે ઉજવણી કરવા માટે મારી સાથે નથી. આમ છતાં અમે ગત દસ વર્ષમાં અમે વ્યૂહરચના અને તૈયારીઓ કરી રાખી છે. ખરેખર તો દર વર્ષે સજાવટ અને તૈયારીનો હવાલો મારી પુત્રી સાંભળતી હોય છે, જેને લઈ હું ખાસ કરીને ભાભીજી ઘર પર હૈ માટે શૂટિંગમાં ધ્યાન આપી શકું છું. જોકે આ વર્ષે બધું મારે જાતે કરવાનું છે. આ બહુ મહેનતનું કામ છે, પરંતુ આખરે મેં તે પાર પાડ્યું છે. આમ છતાં મારી પુત્રીની ખોટ સાલે છે.
4. ગણેશોત્સવમાં સજાવટ અને રીતરસમોની બોલબોલા હોય છે. તમારી ઉજવણીમાં તમે કેવી પરંપરાઓ અથવા સજાવટોનું પાલન કરો છો તે વિશે થોડું કહેશે?
અમારા વહાલા ગણપતિ બાપ્પા માટે અમારા મનમાં ઊંડાણથી પ્રેમ હોવાથી અમે તેમનો આવકારવા માટે દેખાવમાં સુંદર સુખદ થીમો બનાવીએ છીએ. અમે અદભુત પર્યાવરણ અનુકૂળ હસ્તબનાવટની ક્રાફ્ટ આઈટમો, ફૂલો લાવીએ છીએ અને તહેવારનું વાતાવરણ વધુ ખુશનુમા બનાવવા માટે અંગત સ્પર્શ આપીએ છીએ. ફૂલો મને બહુ ગમે છે, કારણ કે હું ભારપૂર્વક માનું છું કે તે દરેકના ચહેરા પર સ્મિત લાવે છે.
હું માટી અને શાડુમાટીમાંથી બનાવેલી મૂર્તિઓની ભારપૂર્વક હિમાયત કરું છું અને અમારી સજાવટમાં નૈસર્ગિક વસાહતને હાનિ પહોંચાડે એવી ચીજોને ટાળીએ છીએ. ગણેશજી સાથે આ પાવન અવસરને ભક્તિભાવથી ઊજવવા માટે હું દર વર્ષે આ દિવસે રજા લઉં છું. અમારી મહત્ત્વપૂર્ણ પરંપરામાં દુર્વા, મોદક, ગોળ, કોપરું, લાલ ફૂલ, લાલ રક્તચંદન અને કપૂર પૂજા દરમિયાન ચઢાવીએ છીએ. મારા ઘરે પરિવારજનો અને ફ્રેન્ડ્સ બાપ્પાનાં દર્શને આવેછે અને તેમની સેવા અમને અજોડ ખુશી આપે છે.
5. ગણેશચતુર્થી પ્રતિબિંબ અને કૃતજ્ઞતા માટેનો સમય છે. તારા દર્શકો અને ચાહકોને આ તહેવારની મોસમમાં શું સંદેશ આપવા માગે છે?
આ તહેવાર વિશે મને સૌથી સારી બાબત એ લાગે છે કે બધા એકત્ર આવે છે. મને લોકોના ચહેરા પર શાંત, ખુશી અને સ્મિત અને વાતાવરણમાં હકારાત્મક ઊર્જા બહુ ગમે છે. આ બધું શ્રેય હું બાપ્પાના આશીર્વાદને આપું છું. હું મારા વહાલાજનોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ માટે પ્રાર્થના કરું છું.
હું દરેકને વિસર્જન દરમિયાન ફટાકડા નહીં ફોડવા અને પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ નહીં કરવા માટે અનુરોધ કરું છું. કૃપા કરી પર્યાવરણ અનુકૂળ રીતે આ તહેવારની ઉજવણી કરો અને આપણી નિસર્ગ માતાની સંભાળ રાખો.