શુભાંગી અત્રે “ભાભીજી ઘર પર હૈ” માટે કોરિયોગ્રાફર બને છે!
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભીનો નૃત્ય પ્રત્યે લગાવ બધાને જ્ઞાત છે. તે કુશળ નૃત્યાંગના છે અને કોરિયોગ્રાફરની ભૂમિકા પણ જાણીતી છે. તેની કોરિયોગ્રાફિક પ્રતિભા શો પર તેના કોમેડિક ટાઈમિંગ જેટલી જ અચૂક છે. અભિનેત્રી સમજાવે છે કે તેના ડાન્સ રુટિન્સ નિર્માણ કરવામાં તેને આરામ મળે છે અને તેની કળાત્મક અભિવ્યક્તિને ચમકવામાં મદદ કરે છે, જે કલાકાર તરીકે પોતાની લાગણીઓ પહોંચવાનો માર્ગ તેમને માટે બનાવે છે.
કોરિયોગ્રાફીની કુશળતા પર બોલતાં અભિનેત્રી જોશપૂર્વક કહે છે, “નૃત્ય મને બેહદ ખુશી આપે છે અને ઊંડાણમાં સંતોષ આપે છે. મને જ્યારે પણ પરફોર્મ કરવાની તક મળે ત્યારે હું પોતાને સંપૂર્ણ ડુબાડી દઉં છું. આભારવશ મારી ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભી તરીકે મારી ભૂમિકા સતત વિવિધ ટ્રેક્સ સાથે મારી નૃત્યની કુશળતા દર્શાવવાની મને તક આપે છે અને સેટ પર હું મારા રુટિન્સ કોરિયોગ્રાફ કરું છું.
મને આ પ્રક્રિયા બહુ ગમે છે અને 30થી 45 મિનિટમાં પરફેક્ટ રિધમ લાવી શકું છું. નૃત્ય મારે માટે અતુલનીય રીતે થેરાપ્યુટિક છે અને મારી અંદરનું શ્રેષ્ઠતમ બહાર લાવે છે. તાલીમબદ્ધ કથ્થક નૃત્યાંગના તરીકે મેં દરેક એપિસોડ માટે ડાન્સનાં દ્રશ્યો ઘડ્યાં છે. ક્લાસિક નંગ હોય, બોલીવૂડ રુટિન્સ કે ગરબા અથવા લાવણી જેવા સાંસ્કૃતિક સમૃદ્ધ પરફોર્મન્સ હોય, મેં શો પર ડાન્સ શૈલીની વ્યાપક શ્રેણી અંગીકાર કરી છે,” તે ચાલુ રાખે છે.
“તાજેતરની વાર્તામાં અંગૂરી ચમેલી જાનની ભૂમિકામાં ફેરવાઈ હતી, જે ગેન્ગસ્ટરની પ્રેમિકા હોય છે અને ક્લબ ડાન્સર તરીકે કામ કરતી હોય છે. મને આ વાર્તા માટે વિવિધ બોલીવૂડની આઈટમ ગીતોની કોરિયોગ્રાફીનું કામ સોંપવામાં આવ્યું હતું. ઉપરાંત ભૂતકાળમાં મેં દરબારની નૃત્યાંગનાની ભજવતી હતી ત્યારે મારા પરફોર્મન્સમાં ક્લાસિક કથકનાં તત્ત્વો સમાવ્યાં હતાં. મેં કોરિયોગ્રાફી કરેલાં ગીતોને મારા ચાહકો પાસેથી સતત અદભુત પ્રતિસાદ મળ્યો હતો.
સ્ટેપ્સ અને હાવભાવમાં નિપુણતા મેળવવા મેં સતત ગીતો સાંભળવામાં મારો સમય આપ્યો અને આખરી ટેક પૂર્વે છથી સાત વાર પ્રેક્ટિસ કરી હતી. મેં આસીફજી (વિભૂતિ નારાયણ મિશ્રા) અને રોહિતાશજી (મનમોહન તિવારી) માટે ડાન્સ સિક્વન્સની કોરિયોગ્રાફી કરી છે. નોન- ડાન્સરને અચૂકતા સાથે પરફોર્મ કરવાનું શીખવવાનું એટલું મૂંઝવણભર્યું અને પડકારજનક નથી,” એમ હસતાં હસતાં તે ઉમેરે છે.
શુભાંગી અત્રે ઉમેરે છે, “નૃત્ય મને રાહત આપે છે અને મારો આત્મવિશ્વાસ વધારે છે. લીજેન્ડરી માધુરી દીક્ષિતજીએ નૃત્ય કઈ રીતે કરવું તે માટે પ્રેરણા આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે મારી જેમ અસંખ્ય છોકરીઓ માધુરીજીનો ડાન્સ જોઈને નૃત્યના પ્રેમમાં પડી હશે. હું તેની કટ્ટર ચાહક છું અને તેની મુવીઝ અનેક વાર જોઈ છે. તેની ઊર્જા અને હાવભાવ કોઈની સાથે મેચ નહીં કરી શકે. મારા શાળાના દિવસોમાં હું તેનાં જ ગીતો પર નૃત્ય કરતી મારી ફ્રેન્ડ્સે મને હમારી માધુરી નામ આપ્યું હતું અને હું તે માટે ભારે રોમાંચિત હતી. કુશળ નૃત્યાંગના હોવું તે કલાકાર તરીકે મહત્ત્વપૂર્ણ છે. તમને કેવી તકો ઉદભવે તેની જાણ પણ નહીં થાય. મારા ઘણા બધા અભિનયના પ્રોજેક્ટ મારી નૃત્યુની ક્ષમતાઓને લીધે ઊભરી આવ્યા છે.”