Western Times News

Gujarati News

ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર જ્યાં મહાદેવને અનોખો પ્રસાદ અર્પણ થાય છે

શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે ૨૫ થી ૨૭ એપ્રિલ ત્રિ-દિવસીય પરંપરાગત ભાતીગળ મેળો યોજાશે

(માહિતી)રાજપીપળા, નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ સ્થિત શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિ-દિવસિય મેળો આગામી તા.૨૫ થી ૨૭ એપ્રિલે, ૨૦૨૫ દરમ્યાન યોજાશે. આ મેળાના સુચારૂ આયોજન-અમલવારી સંદર્ભે આજે સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ર્જીંેં અને વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યું કે, હાલમાં ચૈત્ર માસ નિમિત્તે માં નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા પણ ચાલી રહી છે. તેમજ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પ્રવાસીઓનો પણ સતત ધસારો ચાલુ રહેતો હોય છે.

આ મંદિરે ચણાના દાળિયા અર્પણ કરવામાં આવે છે, માન્યતા મુજબ આ મંદિરે અશ્વથામા વહેલી સવારે દર્શન કરવા આવતા હતા અને ચણા પ્રસાદી રૂપે ચઢાવતા હતા. ત્યારથી અહિં મહાદેવને દાળિયા ચઢાવવાનો રિવાજ છે.

ત્યારે આ મેળામાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના ભાવિકો શુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ ઉમટી પડે છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા પણ રહેલી છે. જેને ધ્યાનમાં લઈને બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે.

જેમકે કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, ર્પાકિંગના સ્થળે સાઈનેજીસ મૂકવા- હેલ્પડેસ્કની રચના કરવી, વાહન વ્યવહારમાં અડચણ ન થાય તેની કાળજી રાખી રૂટ ડાયવર્ઝન, મેળાના દિવસો દરમિયાન ઓથોરિટીની બસોના રૂટ નક્કી કરવા, એસટી વિભાગ દ્વારા વધારાના જરૂરી બસ રૂટ ફાળવવા, વિવિધ સ્ટોલની ફાળવણી, મેળાના સ્થળે યોગ્ય સાફ સફાઈ જળવાઈ રહે તે જોવા, કચરા પેટીની વ્યવસ્થા,

મંદિરમાં દર્શનાર્થે એકસાથે ભીડ ન થાય તેનું યોગ્ય નિયમન કરવા તેમજ નર્મદા આરતીમાં સામેલ થનારા ભાવિકોની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થાય તે સહિતની સુચારુ વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ જણાવ્યુ હતું કે, નર્મદા ઘાટ ખાતે સ્નાન અર્થે આવતા શ્રદ્ધાળુઓ ઉંડા પાણીમાં ન જાય તે માટે બેરિકેટિંગ, રાત્રિના સમયે યોગ્ય લાઈટીંગ વ્યવસ્થા તેમજ નદીમાં મગરમચ્છ પણ હોવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેતી-સલામતી

તથા તરવૈયાઓની ટીમ સ્ટેન્ડબાય રાખવા, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મંદિરમાં આવતા લોકો માટે પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય તે જોવા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યું હતું. અને મેળામાં આવતા લોકો શાંતિપૂર્ણ રીતે મેળાને માણે તેવી વ્યવસ્થા ગોઠવવા માર્ગદર્શન પુરૂં પડાયું હતું. મેળામાં આવતા ભાવિકોને સાવધાની એજ સલામતી અભિગમ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ, અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, રાજપીપલા પ્રાંત અધિકારી ડો. કે.જે.ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ.શર્મા, મામલતદાર ગરૂડેશ્વર અને ર્જીંેં ના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.