Western Times News

Gujarati News

શ્વેતાએ જવાબ આપ્યો કે અભિષેક ઐશ્વર્યા કરતાં સારો એક્ટર છે

મુંબઈ, બચ્ચન પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી પરિવારના સદસ્યો વચ્ચે કથિત મતભેદને લઇ ચર્ચામાં છે. ગત દિવસોમાં જ ખબર સામે આવી હતી કે, અમિતાભ બચ્ચને પોતાનો જૂહુવાળો બંગલો પોતાની દીકરી શ્વેતા બચ્ચનને ભેટમાં આપી દીધો છે.

જેના પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના અલગ થવાની અફવાહોએ જાેર પકડી લીધુ. જાેકે તેના પછી દીકરી આરાધ્યાના એનુઅલ ફંક્શનમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે નજર આવ્યા હતા.

હજુ સુધી બચ્ચન પરિવારના કોઇ પણ સદસ્યએ ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની પુષ્ટી કરી નથી. પરંતુ બચ્ચન પરિવારમાં અણબનાવની ગાથા સમાપ્ત થવાનું નામ જ નથી લઇ રહી. જાે કે, આરાધ્યાના એન્યુઅલ ફંક્શનમાં બંને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જાેવા મળી હતી.

પરંતુ ઐશ્વર્યા તેની સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા બચ્ચન વચ્ચેના સંબંધો પર હજુ પણ પ્રશ્નાર્થ છે. આ દરમિયાન શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચનનો એક વીડિયો ચર્ચામાં છે, જેમાં તેઓ કરણ જાેહરના લોકપ્રિય રિયાલિટી શો કોફી વિથ કરણમાં જાેવા મળી રહ્યા છે.

આ શો દરમિયાન શ્વેતાએ ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એવી ઘણી વાતો કહી હતી. જેના કારણે લોકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે ભાભી અને નણંદ વચ્ચે કંઇ સારું નથી ચાલી રહ્યું. કોફી વિથ કરણમાં શ્વેતા બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચન વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન જ્યારે કરણ જાેહરે શ્વેતા બચ્ચનને પૂછ્યું કે ઐશ્વર્યા અને અભિષેકમાંથી સારો અભિનય કોણ કરે છે? જેના પર શ્વેતાના જવાબે બધાને ચોંકાવી દીધા હતા.

શ્વેતાએ જવાબ આપ્યો કે ‘અભિષેક ઐશ્વર્યા કરતાં સારો એક્ટર છે.’ શ્વેતા બચ્ચનનો જવાબ સાંભળીને અભિષેક જ નહીં પરંતું હોસ્ટ કરણ જાેહર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ઐશ્વર્યા અને શ્વેતા બચ્ચન નંદાના સંબંધો પર ફરી પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.

કોફી વિથ કરણના એપિસોડમાં શ્વેતા સતત ભાઈ અભિષેકનો પક્ષ લેતી જાેવા મળી હતી. આ સમય દરમિયાન જ્યારે કરણે શ્વેતાને પૂછ્યું કે તે અભિષેકની સૌથી ખરાબ આદત શું માને છે, તો શ્વેતાએ જવાબ આપ્યો – ‘તેનું સેંસ ઓફ હ્યુમર’.

પરંતુ જ્યારે આ જ સવાલ ઐશ્વર્યાને પૂછવામાં આવ્યો ત્યારે શ્વેતાએ કહ્યું- ‘ઐશ્વર્યાની એક આદત, જેનાથી હું ખરેખર નફરત કરું છું, તે એ છે કે તેને કોલ અથવા મેસેજનો જવાબ આપવામાં ઘણો સમય લાગે છે.’ જાેકે આ સાચું નથી.

બાદમાં તેણે ભાભી ઐશ્વર્યાના પણ વખાણ કર્યા અને તેને ‘સ્વ-નિર્મિત, મજબૂત મહિલા અને અદ્ભુત માતા’ ગણાવી હતી. જાે કે, લોકોને શ્વેતાના પહેલા જવાબો પસંદ આવ્યા ન હતા. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.