ઋતિક રોશનની ક્રિષ ૪નું દિગ્દર્શન કરવાનો સિદ્ધાર્થ આનંદનો ઇન્કાર

મુંબઈ, ઋતિક રોશનની ક્રિષ ૪ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ અભિનેતાની આ ફિલ્મને લઇને અપડેટ છે કે, તેની રિલીઝ તારીખ ફરી લંબાઇ ગઇ છે.
ફિલ્મનું બજેટ ૭૦૦ કરોડ હોવાથી કોઇ આ જોખમ ખેડવાની હિંમત કરતું નથી. સિદ્ધાર્થ આનંદ પણ બજેટ સાંભળીને નીકળી ગયો છે. હવે ફિલ્મની નવી ટીમને આવતા સમય લાગવાનો હોવાથી શૂટિંગ ૨૦૨૬માં શરૂ થાય તેવી શક્યતા છે.
રિપોર્ટના અનુસાર, આ ફિલ્મને સિદ્ધાર્થઆનંદ ડાયરેક્ટ કરવાનો હતો, પરંતુ તેણે આ ફિલ્મ છોડી દીધી છે. સૂત્રના દાવા અનુસાર, આ ફિલ્મનું બજેટ ૭૦૦ કરોડ રૂપિયા છે,જેથી કોઇ પણ પ્રોડકશન હાઉસ આટલી મોટી રકમ આપવા તૈયાર થતું નથી. નિર્માતાઓ આટલું મોટું જોખમ ખેડવા તૈયાર નથી.
સિદ્ધાર્થ આનંદ અને ઋતિકની આ બાબતે મીટિંગ થયા પછી દિગ્દર્શકે ફિલ્મ છોડી દીધી છે. હવે ફિલ્મસર્જકે નવી ટીમ તૈયાર કરશે જે પહેલાના બજેટ પર કામ કરશે. ક્રિષ ૪નું શૂટિંગ ૨૦૨૫માં શરૂ થવાનું હતું પરંતુ હવે ફરી આ ફિલ્મનું શૂટિંગ લંબાઇ જતાં ૨૦૨૬માં શરૂ થાય તેવી શક્યતા છે.SS1MS