સિદ્ધાર્થ અને જાન્હવીની ‘પરમ સુંદરી’નું ‘દિલ સે’ અને ‘ગુરુ’ સાથે કુદરતી કનેક્શન
મુંબઈ, સિદ્ધાર્થ મલ્હાત્રા અને જાન્હવી કપૂર ‘પરમ સુંદરી’ ફિલ્મના શૂટ માટે કેરળ ગયા હોવાના અહેવાલો તાજેતરમાં આવ્યા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હાત્રા પરમ નામના ઉત્તર ભારતના છોકરાનો રોલ કરશે તેમજ જાન્હવી તેમાં ‘સુંદરી’ નામની સાઉથ ઇન્ડિયન છોકરીનો રોલ કરશે.
આ ફિલ્મ કેરાલા રીઅલ લોકેશન પર શૂટ થવાની છે, તે ફિલ્મના પોસ્ટર પર દેખાતા દરિયા પરથી પણ સમજી શકાય છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ ફિલ્મનું મણી રત્નમની ‘ઇરુવર’ અને ‘દિલ સે’ જેવી ફિલ્મો સાથે એક ખાસ કનેક્શન છે.
તેનાથી દર્શકોની ઉત્સુકતામાં વધારો થયો છે. ‘પરમ સુંદરી’માં મણિ રત્નમની ફિલ્મોના વારસા સાથે કનેક્શન છે. જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હાત્રાએ તાજેતરમાં કેરળના સૌથી મોટા પાણીના ધોધ ટ્ઠઅથિરાપલ્લી ધોધ પાસે શૂટ કર્યું હતું, ત્યાં ‘દિલ સે’, ‘રાવણ’ અને ‘ગુરુ’ સહિતની ફિલ્મો મણી રત્નમે શૂટ કરી છે.
આ પ્રકારના કુદરતી દૃશ્ય પાસે શૂટ થયેલા આ ફિલ્મના સીન પણ મોટા પડદે જોવાના મજા આવશે, એની દર્શકોને ખાતરી છે. સિદ્ધાર્થે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ધોધનો વીડિયો શેર કર્યા હતો. તેણે કૅપ્શનમાં લખ્યું હતું,‘નમસ્કારમ્ કેરાલા’.
આ ફિલ્મ કેરળના બૅક વોટર્સ સહિતના સ્થળો પર શૂટ થશે. આ ફિલ્મના ડિરેક્ટર તુષાર જલોટા બોલિવૂડમાં વધુ એક વખત નોર્થ અને સાઉથની લવસ્ટોરી સાથે આવી રહ્યા છે. લાફ્ટર, કેઓસ, ટિવ્સ્ટ્સઅને સુંદર દૃશ્યો સાથેની આ રોમેન્ટિક કોમેડી કેટલી અલગ છે અને કેવી મજા કરાવે છે, તે જોવાનું રહ્યું. દિનેશ વિજાને પણ આ ફિલ્મના સંગીત અને સ્ટોરીનાં વખાણ કર્યા હતા. આ ફિલ્મ ૨૫ જુલાઈએ થિએટરમાં રિલીઝ થશે.SS1MS