સિદ્ધાર્થ અને કિયારા ૬ ફેબ્રુઆરીએ લગ્ન કરશે

મુંબઈ, ૨૦૨૨નું વર્ષ ભલે બોલિવૂડ માટે ફિલ્મોની દ્રષ્ટિએ સામાન્ય રહ્યું હોય પરંતુ અંગત જીવનમાં તેઓને ઘણી ખુશીઓ મળી છે. કેટલીક સેલિબ્રિટીના ઘરે કિકિયારી ગુંજી છે તો કેટલીક સેલિબ્રિટીના ત્યાં શરણાઈઓ વાગી છે. જાે.કે હવે વર્ષ ૨૦૨૩માં પણ આવા જ સમાચાર સાંભળવા મળશે.
જી હા, તમે જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તે સારા સમાચાર આખરે આવી ગયા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તારીખો સામે આવી ગઈ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને ઘણા સમયથી વિવિધ અફવાઓ સામે આવી રહી હતી.
એટલું જ નહીં, કેટલાકે તેમના સમારોહનું ગેસ્ટ લિસ્ટ પણ કહી દીધું હતું. પરંતુ બાદમાં દંપતીએ સ્પષ્ટતા કરી હતી કે આવું કંઈ નથી થઈ રહ્યું, જ્યારે થશે ત્યારે જણાવવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે સિદ્ધાર્થ અને કિયારા ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ લગ્ન કરશે. ૪ અને ૫ ફેબ્રુઆરીના રોજ પ્રિ વેડિંગ ફંક્શન્સ યોજાશે. જેમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાનો હાજર રહેશે.
મહેંદી, હલ્દીથી લઈને સંગીત સુધી સમગ્ર ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. જાે.કે ક્યાં સ્થળે થશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે લગ્ન રાજસ્થાનના જેસલમેર પેલેસ હોટલમાં થશે અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હશે.
જાે કે આ સમાચાર પર હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, તેથી અમે પણ દાવો કરતા નથી, પરંતુ જાે આવું કંઈક સાચું હોય, તો કપલને અભિનંદન પાઠવીએ છીએ. હાલમાં બંને નવા વર્ષની ઉજવણી માટે દુબઈ ગયા છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ તેની તસવીર શેર કરી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધોની શરૂઆત ફિલ્મ ‘શેર શાહ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી હતી, પરંતુ રિયલ લાઈફમાં પણ બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે. થોડા સમય પહેલા સિદ્ધાર્થ અને કિયારાના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે બંને સાથે છે અને ભૂતકાળમાં બોલિવૂડ સેલેબ્સના ઘરે યોજાતી દિવાળી પાર્ટીઓમાં પણ બંને સાથે જાેવા મળ્યા હતા.SS1MS