નવ્યા નવેલી નંદાને ડેટ કરી રહ્યો છે સિદ્ધાર્થ ચતુર્વેદી
નવી દિલ્હી, સિદ્ધાંત ચતુર્વેદીનું નામ ઘણા મહિનાઓથી અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે જાેડાઈ રહ્યું છે. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરે છે અને તસવીરોને લાઈક તેમજ કોમેન્ટ કરતાં રહે છે.
અનન્યા પાંડે બંનેની કોમન ફ્રેન્ડ છે અને આમ તેઓ સાથે મળીને પાર્ટી કરતાં પણ જાેવા મળે છે. સિદ્ધાંત કે નવ્યામાંથી કોઈએ પણ પુષ્ટિ કરી નથી. જાે કે, એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટરે રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી હતી. સિદ્ધાંત ચતુર્વેદી હાલ કેટરીના કૈફ અને ઈશાન ખટ્ટર સાથે અપકમિંગ ફિલ્મ ફોન ભૂતના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ હોરર કોમેડી ફિલ્મ ૪ નવેમ્બરે થિયેટરમાં આવવાની છે.
આ સંદર્ભમાં આપેલા ઈન્ટરવ્યૂમાં સિદ્ધાંતે પોતાને સિંગલ ગણાવ્યો હતો. સિદ્ધાંત અને ઈશાનને પોતાના વિશેની એક એવી અફવા વિશે પૂછવામાં આવ્યું હતું, જે સાચી હોય તેમ તેવો ઈચ્છતા હતા. તેના જવાબમાં સિદ્ધાંતે કહ્યું હતું ‘હું કોઈને ડેટ કરી રહ્યો છું, કાશ તે સાચું હોત’. તો ઈશાને કહ્યું હતું ‘મારી લાઈફસ્ટાઈલ અને નેટવર્થ વિશે જે વાતો છે તે કાશ સાચી હોત.
દિવાળી પહેલા સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે યોજાયેલી પાર્ટીમાં સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદાએ હાજરી આપી હતી. બંને અલગ-અલગ કારમાં આવ્યા હતા.
આ દરમિયાન ફોટોગ્રાફર્સે તેમને ચીડવવાની તક જતી કરી નહોતી. સિદ્ધાંત અંદર પ્રવેશી રહ્યો હતો ત્યારે તેઓએ ‘નવ્યાજી આવી રહી છે, થોડીવાર ઉભા રહો’ તેમ કહેતા તે હસી પડ્યો હતો. બીજી તરફ નવ્યા સાથે શનાયા કપૂર સાથે પોઝ આપી રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સે ‘નવ્યાજી કોઈ તમારી રાહ જાેઈ રહ્યું હતું’ તેમ કહેતા ચાલવા લાગી હતી.
સિદ્ધાંત ચતુર્વેદીએ ૨૦૧૭માં ટીવી સીરિયલ ‘લાઈફ સહી હૈ’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તેને ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’માં એમસી શેરના પાત્રથી પોપ્યુલારિટી મળી હતી, જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હતા. ત્યારબાદ તેણે ‘બંટી ઔર બબલી ૨’ અને ‘ગહેરાઈયા’માં કામ કર્યું હતું. ‘ફોન ભૂત’ સિવાય તે અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ સાથે ફિલ્મ ‘ખો ગમે હમ કહાં’માં જાેવા મળશે.SS1MS