૧૦ મહિનાની ભાણેજ માલતી મેરીને પહેલીવાર મળ્યો સિદ્ધાર્થ ચોપરા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Siddharth.jpg)
મુંબઈ, દેસી ગર્લ પ્રિયંકા ચોપરા નિક જાેનસ સાથે લગ્ન કર્યા ત્યારથી અમેરિકાના લોસ એન્જલસમાં વસી ગઈ છે. તે આશરે ત્રણ બાદ ભારત આવી હતી અને તે પણ પોતાના કામથી. જે પત્યા બાદ તરત જ પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી.
એક્ટ્રેસ ભલે વિદેશમાં રહેતી હોય પરંતુ તેના પરિવારના સભ્યો અવારનવાર તેને મળવા માટે જતાં રહે છે. પ્રિયંકા અને નિકના ઘરે દીકરી માલતી મેરીનો જન્મ થયો ત્યારથી મોટાભાગે મમ્મી મધુ ચોપરા તેમની સાથે જ રહે છે.
હાલમાં, પ્રિયંકાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા પણ બહેન અને ભાણેજને મળવા માટે ત્યાં ગયો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરાએ મામા અને ભાણેજની એક સુંદર તસવીર શેર કરી છે. જેમાં સિદ્ધાર્થે માલતી મેરીને તેડી છે અને તેની સામે નિહાળી રહ્યો છે. માલતી મેરી એક વર્ષની થવા આવી છે અને પ્રિયંકા ચોપરા અત્યારસુધીમાં તેની ઢગલો તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.
જાે કે, તેમાંથી એકમાં પણ તેનો ચહેરો દેખાડ્યો નથી. લેટેસ્ટ તસવીરમાં પણ તેણે આમ કર્યું છે. યલ્લો કલરના ગરમ કપડામાં રહેલી ૧૦ મહિનાની બેબી ચોપરા જાેનસનો ચહેરો દેખાઈ રહ્યો નથી. મામા સાથેની તેની આ પહેલી તસવીર છે. જેની સાથે તેણે લખ્યું છે ‘છુુુ…મારું દિલ’. તેણે પોતાની પણ એક સેલ્ફી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે જેમાં તે વિક્ટ્રીની સાઈન દેખાડતી જાેવા મળી.
પ્રિયંકા ચોપરા પતિ નિક જાેનસ સાથે દીકરીની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. જેનો જન્મ આ વર્ષના જાન્યુઆરીમાં સરોગસીથી થયો હતો. તે પ્રી-મેચ્યોર હોવાથી આશરે ૧૦૦ દિવસ સુધી તેને એનઆઈસીયુમાં રાખવામાં આવી હતી. એક્ટ્રેસ જ્યાં પણ જાય ત્યાં તેને સાથે લઈ જાય છે. તેથી, જ્યારે તે ભારતની ટ્રિપ પર આવી ત્યારે માલતી મેરી પણ તેની સાથે આવશે તેવી બધાને આશા હતી. જાે કે, તેમ થયું નહીં.
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેનો ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ચેન્જ કર્યો છે. પહેલા તેની સોલો તસવીર હતી અને હવે જે મૂકી છે તેમાં તેના ખોળામાં દીકરી માલતી મેરી જાેવા મળી રહી છે. પ્રિયંકા નીચે બેઠી છે જ્યારે માલતી તેના ખોળામાં છે. તે ટોપ સેલ્ફી હોવાથી માલતીનો અડધો ફેસ ઢંકાયેલો છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ઓટીટી વેબ સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે.
આ સિવાય તે ફરહાન અખ્તરની ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે. તે ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આવતા વર્ષથી તેનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે.SS1MS