રિયલ લાઈફમાં પણ આયશા માટે કૂણી લાગણી ધરાવે છે સિદ્ધાર્થ

મુંબઈ, પોપ્યુલર સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં લીપ આવ્યા બાદ સઈ જીવિત હોવાની વાતનો ખુલાસો આખરે વિરાટ, પાંખી અને ચવાણ પરિવાર સમક્ષ થયી ગયો છે.
સઈ ઘણા વર્ષથી દીકરી સવી અને ઉષા માસી સાથે કંકાવલીમાં રહે છે. લીપમાં સૌથી ચોંકાવનારી વાત છે કે, શરૂઆતમાં નેગેટિવ પાત્ર ભજવનાર જગતાપ એકદમ પોઝિટિવ હની રહ્યો છે. તેને પહેલા કરેલા કર્મ બદલ પસ્તાવો થઈ રહ્યો છે અને સઈને શુભચિંતક બની ગયો છે.
શોમાં સઈનું પાત્ર આયશા સિંહ જ્યારે જગતાપનું પાત્ર સિદ્ધાર્થ બોડકે ભજવી રહ્યો છે. સાથે કામ કરવા દરમિયાન બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે અને દિવસ જતાં બોન્ડિંગ વધુને વધુ મજબૂત બની ગયું છે. બંને સાથે ઘણીવાર હેન્ગઆઉટ કરતાં જાેવા મળે છે અને સોશિયલ મીડિયા પર રિલ પણ શેર કરે છે.
તેમની કેમેસ્ટ્રી જાેઈને બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાનું ફેન્સને લાગી રહ્યું છે ત્યારે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાર્થ બોડકેએ આયશા સિંહ સાથેના સંબંધો વિશે વાત કરી હતી. સિદ્ધાર્થ બોડકેએ જણાવ્યું હતું કે, આયશા અને તેણે એકસાથે શોમાં શરૂઆત કરી હતી.
શોની શરૂઆત થઈ ત્યારે તેમણે સાથે સ્ક્રીન શરૂ કરી હતી. તેઓ એકબીજા સાથે કમ્ફર્ટેબલ અનુભવે છે અને મનમાં એકબીજા માટે સોફ્ટ કોર્નર પણ છે. તેણે ઉમેર્યું હતું કે, શોમાં સઈ અને જગતાપને લડતા-ઝઘડતા દેખાડવામાં આવ્યા હતા પરંતુ તેઓ હવે મિત્રો બની ગયા છે.
ગુમ હૈ કિસી કે પ્યાર મેંના લેટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો, વિનાયકની સારવાર કરવા માટે સઈ નાગપુરની હોસ્પિટલમાં પહોંચી ગઈ છે. ત્યાં તેને જાેઈને અશ્વિની ગુસ્સે થઈ જાય છે. તે માત્ર તેને જ નહીં પરંતુ તેની મૃત્યુ પામેલી માતાને પણ ખરાબ શબ્દો કહે છે.
સઈને જાેઈને વિરાટ પણ ગુસ્સે થઈ જાય છે અને તેને ત્યાંથી જતા રહેવા માટે કહે છે. આટલું જ નહીં વિરાટ તેને ચેક પણ આપે છે. જાે કે, સઈ તે ચેક ચવાણ પરિવારની સામે ફાડી નાખે છે અને ત્યારબાદ ગર્વથી કહે છે કે, તે અહીં ડોક્ટર તરીકે આવી છે અને તેને કોઈ પૈસા આપીને ખરીદી શકે નહીં. તે અહીંયા એક માતા માટે આવી છે, જે ઈચ્છે છે કે તેનો દીકરો ઠીક થઈ જાય.
આ સાથે તે એમ પણ કહે છે કે, વિરાટ વિનાયકનો પિતા છે અને જાે તે સારવાર ન કરે તેમ ઈચ્છતો હોય તો તે જતી રહેશે. આટલું કહી તે હોસ્પિટલની બહાર નીકળી જાય છે અને રડવા લાગે છે.SS1MS