કિયારા અડવાણીએ ટ્વિટ કર્યુ, “પ્યાર કા રંગ ચઢા હૈ”
સિદ્ધાર્થ-કિયારાનું રિસેપ્શન, રોમેન્ટિક મૂડમાં દેખાયું કપલ
મુંબઈ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ૭ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રોની હાજરીમાં દંપતીએ સમારોહ કર્યો હતો. તેમના લગ્ન પછી,દંપતીએ દિલ્હીમાં સિદ્ધાર્થના ઘરે ‘ગૃહ પ્રવેશ’ કર્યો.siddharth-kiaras-reception-the-couple-appeared-in-a-romantic-mood
દિલ્હીમાં મીડિયાને મીઠાઈઓ વહેંચતી વખતે સિદ્ધાર્થ અને કિયારા સાથે આવ્યા અને ફોટોગ્રાફ્સ સામે પોઝ આપ્યો. સિદ્ધાર્થ અને કિયારા ૧૨ ફેબ્રુઆરીએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપી રહ્યા છે.
મુંબઈમાં કપલના રિસેપ્શન માટે સ્ટેજ તૈયાર છે અને તે સફેદ ફૂલોની વચ્ચે સુંદર લાગે છે. તેના પર લખેલું તેમનું નામ પણ જાેઈ શકાય છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ તેમના લગ્નનો વીડિયો શેર કર્યો હતો જે ખરેખર હૃદયને સ્પર્શી જાય છે.
Pyaar ka rang chada hai❤️ pic.twitter.com/F5on7sWSBH
— Kiara Advani (@advani_kiara) February 14, 2023
જ્યારે કપલની કેમેસ્ટ્રીએ દિલ જીતી લીધું હતું. જેણે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના લગ્નનું આયોજન કર્યું હતું તેણે ખુલાસો કર્યો કે ‘શેરશાહ’ના ગીતને લગ્નના ગીતમાં બદલવાનો વિચાર કિયારા અડવાણીનો હતો. કિયારા-સિદ્ધાર્થના લગ્નનો પહેલો વીડિયો સામે આવી ચૂક્યો છે.
ગઈકાલે કિયારા અડવાણીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોની સાથે તેઓએ કેપ્શનમાં લગ્નની તારીખ પણ લખી હતી. આ વીડિયો જાેયા પછી તેઓના ચાહકો ખુશ થઈ ગયા હતા અને કોમેન્ટ બોક્સમાં આ જાેડાને શુભેચ્છાઓ પણ આપી રહ્યા હતા. ચાહકોએ કહ્યું કે, ‘આ જાેડી ખૂબ જ સુંદર લાગે છે.’ આ વીડિયોમાં બંને એકબીજાને વરમાળા પહેરાવતા નજરે પડી રહ્યા છે.
તે બંને એકબીજાને કોમ્પલિમેન્ટ આપતાં પણ નજરે પડી રહ્યાં છે. વરમાળા પહેરાવીને બંનેએ જાહેરમાં જ એકબીજાને લિપ કિસ પણ કરી. કિયારા સ્ટેજ પર ડાન્સ કરતી-કરતી આવી હતી.SS1MS