સિદ્ધાર્થ મલ્હાત્રા પણ કોમેડીના રસ્તે, મહાવીર જૈન સાથે કોમેડી ફિલ્મ કરશે

મુંબઈ, સિદ્ધાર્થ મલ્હાત્રા અને જ્હાન્વી કપૂર હાલ તો તેમની ફિલ્મ ‘પરમ સુંદરી’ના શૂટમાં વ્યસ્ત છે. બંનેની આ ફિલ્મ તો જુલાઇમાં રિલીઝ થવાની તૈયારીઓ છે, પરંતુ આ એક્શન અને લવસ્ટોરી ફિલ્મ પછી હવે આખરે સિદ્ધાર્થ મલ્હાત્રા પણ હવે કોમેડી તરફ વળ્યો છે.
એવા અહેવાલો છે કે તે મહાવીર જૈને પ્રોડ્યુલ કરેલી કોમેડી ફિલ્મ કરવાનો છે. તેનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.આ ફિલ્મ વિશેના અહેવાલો અનુસાર રાજ શાંડિલ્ય આ ફિલ્મ ડિરેક્ટ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર થયું નથી પરંતુ, “આ એક ખુબ મોટા બજેટની કોમેડી એન્ટરટેઇનર ફિલ્મ હશે. તેના માટે સિદ્ધાર્થ મલ્હાત્રા, રાજ શાંડિલ્ય અને મહાવીર જૈન સહીત સમગ્ર ટીમ ખુબ ઉત્સાહીત છે. તેઓ ૨૦૨૫ના બીજા ભાગમાં ફિલ્મનું કામ શરૂ કરી દેશે. આ ફિલ્મના પાત્રો અને દુનિયા એવી રીતે તૈયાર કરાશે કે આ એક અલગ ળેન્ચાઇઝી બની શકે છે.”
સૂત્રએ આગળ જણાવ્યું, “આ ફિલ્મની સ્ક્રિપ્ટ અનોખી છે, આ એક ક્રીચર કોમેડી હશે. જેનું કામ ખુબ મોટા પાયા પર કરવામાં આવશે. આ ફિલ્મના પ્રોડ્યુસરનો હેતુ આ સિરીઝમાં એકથી વધુ ફિલ્મ બનાવવાનો છે, તેનું કામ પણ આગળ વધી રહ્યું છે.”
આ ઉપરાંત સિદ્ધાર્થ મેડોક ફિલ્મ્સની હોરર કોમેડી દુનિયામાં પણ ડેબ્યુ કરી રહ્યો છે, તે મેડોકની વી-વન-ફોર્સમાં પણ કામ કરી રહ્યો છે. આ એક જંગલ આધારીત ફિલ્મ છે. સિદ્ધાર્થ મલ્હાત્રાએ ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું હતું.
જેમાં એક માણસ ધોતી પહેરીને દોડી રહ્યો છે, તેના હાથમાં એક મશાલ છે. ઉપરથી જંગલને આંખો હોય અને તેની વચ્ચેથી એક શેરડો પસાર થતો હોય એવું પોસ્ટર છે. આ પોસ્ટર શેર કરીને સિદ્ધાર્થે લખ્યું હતું, “આ ફોક થ્રિલરનો ભાગ બનીને ઘણો ઉત્સુક છું.” આ ફિલ્મ અરુનભકુમારે અને દીપક મિશ્રાએ ડિરેક્ટ કરી છે.
આ ફિલ્મ ૨૦૨૫માં છઠના દિવસે રિલીઝ થવાની છે. અનુરભ ધ વાયરલ ફીવર પ્રોડક્શન્સ માટે પંચાયત સહીતની સિરીઝ ડિરેક્ટ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન લીડ રોલમાં હશે, આ ફિલ્મનું કામ પણ ૨૦૨૫માં શરૂ થઈ જશે. સારા અને સિદ્ધાર્થ પહેલી વખત આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે.SS1MS