સિદ્ધાર્થ મલ્હાત્રાએ યોદ્ધા મુવી માટે વસુલી તગડી રકમ
મુંબઈ, એક્શનથી ભરપૂર યોદ્ધા મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હાત્રા લીડ રોલમાં છે જ્યારે એક્ટ્રેસની વાત કરીએ તો દિશા પટની અને રાશિ ખન્ના છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ હતુ ત્યારે ફેન્સ આ મુવીની ઉત્સુક્તાથી રાહ જોઇ રહ્યા હતા. ફેન્સથી લઇને ઓડિયન્સ એમ દરેક લોકોએ ફિલ્મની ઝલકને ખૂબ પસંદ કરી છે. યોદ્ધા આજ રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે.
તમે પણ થિએટરમાં જોવાનું આનંદ માણી શકો છો. ફિલ્મ યોદ્ધાની કહાની કંઇક અલગ છે. ફિલ્મની કહાનીની વાત કરીએ તો એક પ્લેન હાઇજેકની છે. આ મુવી સિદ્ધાર્થ મલ્હાત્રા એક સોલ્ઝરના રોલમાં છે. રાશી ખન્નાએ સિદ્ધાર્થને લવ ઇન્ટ્રેસ્ટ હેઠળ કાસ્ટ કરવામાં આવ્યા છે.
એક્શનથી પેક આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. આ ફિલ્મનું બજેટ ૫૫ કરોડ રૂપિયા છે. ફિલ્મના સ્ટાર કાસ્ટની ફીની વાત કરીએ તો યોદ્ધા માટે સિદ્ધાર્થ મલ્હાત્રાએ ૭ કરોડ રૂપિયા અને દિશા પટનીએ ૨ કરોડ રૂપિયા વસુલ્યા છે.
આમ, એક્ટ્રેસ રાશિ ખન્નાની વાત કરીએ તો એને ફિલ્મ માટે ૧.૫ કરોડ રૂપિયા લીધા છે. આ ફિગર્સ પર મેકર્સ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી મળી નથી, પરંતુ એમાઉન્ટ માર્કેટમાં ફેલાઇ છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર ખાસ રીતે રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
આ પોસ્ટર જોયા પછી લોકો ચોંકી ઉઠ્યા હતા. ફિલ્મ ‘યોદ્ધા’ના પોસ્ટરને હવામાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના પોસ્ટરને ૧૩,૦૦૦ કં ની ઉંચાઇ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આમ, તમને જણાવી દઇએ કે બોલિવૂડમાં પહેલી વાર કોઇ ફિલ્મનું પોસ્ટર આ રીતે રિલીઝ કરવામાં આવ્યુ છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ યોદ્ધાનું ટીઝર જોયા પછી ફેન્સ ફિલ્મના રિલીઝની રાહ જોઇ રહ્યા હતા.
આમ, તમને જણાવી દઇએ કે ફિલ્મ યોદ્ધા આજ રોજ એટલે કે ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હાત્રા સિવાય દિશા પટણી અને રાશિ ખન્ના પણ છે. ધર્મા પ્રોડક્શન ફિલ્મ યોદ્ધા હીરુ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્રારા નિર્મિત છે.SS1MS