સિદ્ધાર્થ મલ્હાત્રાની યોદ્ધાએ વીકેન્ડમાં છપ્પરફાડ કમાણી કરી
મુંબઈ, ફિલ્મ યોદ્ધાને દર્શકોને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ કહાની અને સ્ટાર કાસ્ટની હાલમાં ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. યોદ્ધા મુવીમાં સિદ્ધાર્થ મલ્હાત્રાનો જબરજસ્ત એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. યોદ્ધામાં દિશા પટણી અને રાશિ ખન્ના લીડ રોલમાં છે. ફિલ્મએ ઓપનિંગ ડે પર કંઇ ખાસ કલેક્શન કર્યુ ન હતુ. જો કે વીકેન્ડમાં સારી કમાણી કરી છે.
ફિલ્મ યોદ્ધામાં સ્ટાર કાસ્ટની એક્ટિંગ જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે. પહેલાં દિવસ કરતા ફિલ્મએ વીકેન્ડમાં સારી કમાણી કરી છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની આ ફિલ્મએ ભારતમાં બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી. જ્યારે વીકેન્ડમાં ફિલ્મને જબરજસ્ત ફાયદો મળ્યો છે.
સિદ્ધાર્થ મલ્હાત્રા સ્ટારર ફિલ્મમાં ત્રીજા દિવસે જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. એક્શથી ભરપૂર આ ફિલ્મએ પહેલાં દિવસે ભારતમાં ૪.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એવામાં આ ફિલ્મએ વીકેન્ડમાં એટલે કે ત્રીજા દિવસે ૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ત્રણ દિવસોમાં યોદ્ધા મુવીએ ૧૬.૫ કરતા પણ વધારે કમાણી કરી છે. ફિલ્મના સ્ટાર કાસ્ટની ફીની વાત કરીએ તો યોદ્ધા માટે સિદ્ધાર્થ મલ્હાત્રાએ ૭ કરોડ રૂપિયા અને દિશા પટનીએ ૨ કરોડ રૂપિયા વસુલ્યા છે. આમ, એક્ટ્રેસ રાશિ ખન્નાની વાત કરીએ તો એને ફિલ્મ માટે ૧.૫ કરોડ રૂપિયા લીધા છે. આ ફિગર્સ પર મેકર્સ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી મળી નથી, પરંતુ એમાઉન્ટ માર્કેટમાં ફેલાઇ છે.
સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ યોદ્ધાનું ટીઝર જોયા પછી ફેન્સ ફિલ્મના રિલીઝની રાહ જોઇ રહ્યા હતા. આમ, તમને જણાવી દઇએ કે ફિલ્મ યોદ્ધા આજ રોજ એટલે કે ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે.
આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હાત્રા સિવાય દિશા પટણી અને રાશિ ખન્ના પણ છે. ધર્મા પ્રોડક્શન ફિલ્મ યોદ્ધા હીરુ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્રારા નિર્મિત છે.SS1MS