સિધ્ધિ વિનાયક નર્સિગ ઈન્સ્ટીટ્યુટ ડાકોર ખાતે નશાબંધી વકૃત્વ સ્પર્ધા તેમજ યુવા સમંલન યોજાયુ
(પ્રતિનિધિ) ડાકોર, તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જીંદગી પસંદ કરો નહીં કે તમાકુ” ના થીમ હેઠળ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ- ઠાસરા તથા રેફરલ હોસ્પિટલ, ડાકોર, શહેર નિયોજક (નડિઆદ) નશાબંધી મંડળ, ગુજરાત તથા નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધાના સંયુકત ઉપક્રમે સિધ્ધિ વિનાયક નર્સ્િંાગ ઈનસ્ટિટ્યુટ – ડાકોર ખાતે નશાબંધી યુવા સંમેલન તેમજ વકૃત્વ સ્પર્ધા ઈનામ વિતરણ કાર્યક્રમનું શ્રી આર.આર. પટેલ, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર- ઠાસરાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત નર્સિગ ઈનસ્ટિટ્યુટ – ડાકોરની વિદ્યાર્થીની બહેનો ધ્વારા પ્રાર્થનાથી શરૂ કરેલ બાદમાં પધારેલ મહેમાનોનો પરિચય આપી ફુલની કલગી સાથે સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર- ઠાસરાના સુપરવાઈઝર વિપુલસિંહ મહિડા ધ્વારા જીંદગી પસંદ કરો નહી કે તમાકુ ની વિગતે સમજ આપી યુવા વિદ્યાર્થીઓને નશો તેમજ અન્ય કુટેવોથી દુર રહી આર્દશ વિદ્યાર્થી બનવા અનુરોધ સાથે નશાથી દુર રહેવાની શીખ આપી હતી. મનોજ રાવ શહેર નિયોજક (નડીઆદ), નશાબંધી મંડળ, ગુજરાતનાઓએ ભારત સરકારના “નશા મુક્ત ભારત અભિયાન”ની સમાજ વચ્ચે વિદ્યાર્થીઓને નશાથી દુર રહી સ્વસ્થ યુવા, સમાજ રાજય અને દેશને વ્યસન મુકત બનાવવાની અપીલ કરી હતી. શ્રી એમ.બી. મલેક રેફરલ હોસ્પિટલ, ડાકોરનાઓએ યુવા વિદ્યાર્થીઓને પ્રોગ્રામનો હેતુની સમજ સાથે ખરાબ વ્યસનોથી દુર રહી સારા ચારિત્રનું નિર્માણ કરવાની સમજ આપી હતી.
સિધ્ધિ વિનાયક નર્સિગ ઈનસ્ટિટ્યુટ- ડાકોરના વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતિય આવનારને મહેમાનશ્રીઓના હસ્તે ઈનામ રુપે કેનવાસ બેગ આપી બિરાદાવ્યા હતા. નવપ્રભાન વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધાના કાઉન્સેલર જાગૃતિબેન જાદવ દ્વારા સર્વ વિદ્યાર્થીઓને સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ. સાથે ગીતાબેન,હેતલબેન, દક્ષાબેન વ્યસન મુકત રહેવાનો સંદેશ સાથે વ્યસન મુકિતના સાહિત્ય વિતરણ કરેલ કાઉન્સેલર જગદીશભાઈ મકવાણાનાઓએ કરેલ સર્વે યુવા વિદ્યાર્થીઓને નશા મુક્તિની જાણકારી સેલ્ફ અવેરનેશથી પોતે નશાથી દુર રહેવા બાબતે પ્રેરણા મય સમજ આપેલ સમગ્ર કાર્યક્રમનું સીંચાલન શીખા શેઠ આચાર્ય નર્સ્િંાગ ઈનસ્ટિટયુટ- ડાકોર દ્વારા કરવામાં આવેલ.