Western Times News

Gujarati News

સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ઝડપાયો

નવી દિલ્હી, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ મામલે મોટી સફળતા મળી છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો મુજબ સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો પ્રમાણે ગોલ્ડી બ્રારને કેલિફોર્નિયાથી પકડી લેવામાં આવ્યો છે.

જાેકે, ગોલ્ડી બ્રારની ધરપકડ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. જણાવી દઈએ કે મૂસેવાલાના પિતાએ તેમના દીકરાના હત્યા કેસમાં ગુરુવારે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. આ કેસે ભારતમાં ઘણી ચર્ચા જગાવી હતી.

સિદ્ધૂ મુસેવાલાના પિતા બલકૌર સિંહે ગુરુવારે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી હતી કે તેમના દીકરાની હત્યાના ષડ્યંત્રકારીઓની ધરપકડમાં મદદ કરનારાને ૨ કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરવા અંગે જણાવ્યું હતું. બલકૌર સિંહે કહ્યું હતું કે જાે સરકાર વધારે રકમ આપવામાં અસમર્થ હોય તો તેઓ પોતાના ખિસ્સામાંથી ઈનામ આપવા તૈયાર છે.

તેમણે કહ્યું કે હું વાયદો કરું છું કે જાે તેઓ (સરકાર) આટલી રકમ ના આપી શકે તો તેઓ પોતાના ખિસ્સામાંથી રૂપિયા આપશે, ભલે તેમને પોતાની જમીન વેચવી પડે.

ગોલ્ડી બ્રાર સામે પાછલા દિવસોમાં ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ મોકલી હતી. જણાવી દઈએ કે ગોલ્ડી બ્રાર કેનેડામાં બેસીને સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ મામલે દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોલ્ડી બ્રાર લોરેન્સ બિશ્નોઈના નજીકના લોકોમાંથી એક છે. બન્ને કૉલેજ સમયથી સાથે છે.

ગોલ્ડી બ્રાર પર હત્યા, હત્યાની કોશિશ, ગુનાહિત ષડ્યંત્ર રચવું અને હથિયારોની તસ્કરી કરવાનો આરોપ છે. સિદ્ધૂ મૂસેવાલાની આ વર્ષે ૨૯મી મેએ પંજાબના માનસાના જવાહરકે ગામમાં હત્યા કરી નાખવામા આવી હતી. જે સમયે આ હત્યા થઈ ત્યારે મૂસેવાલાએ પોતાની થારમાં સવાર હતા અને ક્યાંક જઈ રહ્યા હતા.

આ દરમિયાન ૬ હુમલાખોરોએ તેમની ગાડીને ઘેરીને ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં ચાર શૂટરની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બેને એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.