સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ હાથ પર ત્રોફાવ્યો તેનો ચહેરો
મુંબઈ, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ૨૯ મે, ૨૦૨૨ના રોજ રસ્તા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને આજે બે મહિના થઈ ગયા છે, પરંતુ ફેન્સ તે આઘાતમાંથી બહાર આવ્યા નથી. બીજી તરફ, તેના વૃદ્ધ માતા-પિતાની પણ ખરાબ હાલત છે.
સિદ્ધૂના પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરનો ચહેરો ફરીથી ગમગીન થયો છે અને તેમની આંખમાંથી આંસુ સૂકાઈ રહ્યા છે. તેમનો દીકરો તેમની પાસે નથી તે હકીકત પચાવવી મુશ્કેલ છે. જે દીકરો ઘરે આવે તેની તેઓ રાહ જાેતા હતા, પ્રેમથી જમાડતા અને વ્હાલથી માથે હાથ ફેરવતા હતા, તે હવે ક્યારેય પાછો આવવાનો નથી. કેટલાક શખ્સો તેમની પાસેથી તેમના ઘડપણનો સહારો છિનવી લીધો.
સિદ્ધૂ મૂસેવાલાના નિધનને બે મહિના થતાં તેની યાદમાં માતા-પિતાએ પોતાના હાથ પર તેના ચહેરાનું ટેટૂ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર તે તસવીરો વાયરલ થઈ છે.
સદ્ધૂ મૂસેવાલાના નિધન બાદ તેના પિતા બલકૌર સિંહ તેનું સોશિયલ મીડિયા હેન્ડલ કરે છે. ફેન્સની વિનંતી પર તેઓ દિવંગત સિંગર વિશે કંઈકનું કંઈક શેર કરતાં રહે છે. હાલમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ પોતાના હાથ પર દીકરાનો ચહેરો ત્રોફાવતા જાેવા મળ્યા. માત્ર સિદ્ધૂના પિતા જ નહીં પરંતુ માતાએ પણ દીકરાની યાદમાં કાંડા પર ટેટૂ કરાવ્યું છે.
દીકરાના ચહેરાની સાથે તેમણે લખાવ્યું છે ‘સરવણ પુત્ત’, જેનો અર્થ થાય છે ‘આજ્ઞાકારી અને દેખરેખ રાખનારો દીકરો’. તેમનો આ વીડિયો ફેન્સને ઈમોશનલ કરી દેનારો છે.
થોડા દિવસ પહેલા જ મૂસેવાલાના ગામ મનસામાં જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યાં જ તેનું ૬.૫ ઈંચ ઉંચું સ્ટેચ્યૂ લગાવવામાં આવ્યું હતું. ૨૮ વર્ષના દીકરાનું આ રીતે પથ્થરનું પૂતળું જાેઈને પિતા ભાંગી પડ્યા હતા તો માતા પણ જાણે દીકરો પરત આવ્યો હોય તેમ સ્ટેચ્યૂના ખભા પર માથું ઢાળીને રડી પડ્યા હતા.SS1MS