Sidnazzના વીડિયોના પોસ્ટર પર ભડક્યા લોકો
મુંબઈ, દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમની સુંદર યાદગીરી હજી પણ છે. બિગબોસ ૧૩ માં તેમની અને શહનાઝ ગિલના બોન્ડિંગે સૌનુ દિલ જીતી લીધુ હતું. શો બાદ પણ આ બંને હંમેશા એકબીજા સાથે રહ્યા હતા, તેમના અફેરની ચર્ચા જાેરમાં હતી.
૨ સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ ચોપરાના અચાનક નિધનથી તેમના ફેન્સ સદમામાં આવી ગયા છે. તો શહનાઝ ગિલ પૂરી રીતે તૂટી ગઈ છે. સિદ્ધાર્થ શુક્લાના નિધન પહેલા તેમના અને શહનાઝ વચ્ચે એક ગીત શૂટ કરાયુ હતું. જેનુ પોસ્ટર હવે રિલીઝ કરવામાં આવ્યું છે.
ફેન્સ આતુરતાથી આ ગીતની રાહ જાેઈ રહ્યા હતા. હવે જ્યારે આ ગીતનું પોસ્ટર સામે આવ્યુ છે, તો સિડનાઝના ફેન્સમાં ઉસ્તુકતા વધી ગઈ છે.
તો બીજી તરફ તેમના ચાહકો ભડકી ગયા છે. હકીકતમાં, આ ગીતને અધૂરુ ટાઈટલ આપવામાં આવ્યુ છે. આ ટેગલાઈનમાં લખ્યુ છે કે, ‘એક અધૂરુ ગીત, એક અધૂરી કહાની…’ હવે આ પોસ્ટરને જાેઈને સિડનાઝના ફેન્સ નારાજ થયા છે. ઉલ્લેખનીય છે કે, ગીતનું નામ પહેલા હેબિટ રાખવામાં આવ્યુ હતું. પરંતુ સિદ્ધાર્થના નિધન બાદ તેને બદલીને અધૂરા રાખવામાં આવ્યુ છે. જેનાથી તેમના ફેન્સ નારાજ થયા છે.SSS