Western Times News

Gujarati News

સિએરા લિયોનમાં ફ્યુઅલ ટેન્કર ફાટ્યું : 100 લોકોનાં મોત

પ્રતિકાત્મક

આફ્રિકન દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ફ્યુઅલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં 100 લોકોનાં મોત થયાં છે. સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (NDMA)ના કોમ્યુનિકેશન ડાયરેક્ટર મોહમ્મદ લમરાને બાહે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. Sierra Leone President Julius Maada Bio said on Sunday the West African country “must learn” from the deaths of over 100 people killed in a fuel tanker explosion in the capital Freetown

તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ગંભીર રીતે ઘાયલોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અકસ્માતનાં કારણોની તપાસ ચાલી રહી છે.

ફ્રીટાઉનના મેયર યવોન અકી-સોયરે ઘટનાને લઈને ફેસબુક પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે વેલિંગ્ટનના બાઈ બ્યુરેહ રોડ પર વિસ્ફોટ અંગે સાંભળીને હું દુ:ખી છું. જાણવા મળ્યું છે કે પેટ્રોલ લઈને જઈ રહેલી એક ટ્રકે બીજા ટેન્કરને ટક્કર મારી છે, જેનાથી જીવલેણ ધમાકો થયો.

ફ્યુઅલ ટેન્કર બ્લાસ્ટ સાથે જોડાયેલા અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. અકી-સોયરે કહ્યું હતું કે આ ખૂબ જ પરેશાન કરનારી ઘટના છે. “મારી સંવેદનાઓ વિસ્ફોટના પીડિતોના પરિવારો અને પ્રિયજનો સાથે છે. મૃત્યુ પામેલા લોકોનો આત્માને શાંતિ મળે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.