પશ્ચિચ રેલવે દ્વારા ‘કવચ’ના અમલીકરણમાં ઉલ્લેખનીય પ્રગતિ
પશ્ચિમ રેલવે સ્વદેશી રૂપે વિકસીત ઓટોમેટિક ટ્રેન સુરક્ષા (ATP) ટેકનિક ‘કવચ’ ની સ્થાપનામાં સતત આગળ વધી રહ્યું છે, જે ટ્રેન સુરક્ષા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં અત્યંત વધારો કરે છે. રિસર્ચ ડિઝાઈન અને માનક સંગઠન (RDSO) દ્વારા વિકસિત, કવચને ટ્રેન અથડામણો રોકવા, જોખમમાં સિગ્નલ પાસિંગ (SPAD) થી બચવામાં લોકો પાયલોટોની સહાયતા કરવા અને સતત ઝડપનું સુપરવિઝન સુનિશ્ચિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
આ સિસ્ટમ CENELEC ના EN50126, 50128, 50129 અને 50159 (SIL-4) સહિત આંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન કરે છે તથા 200 કિ.મી. પ્રતિ કલાક સુધીની ઝડપ સમાયોજિત કરવા માટે બનાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ મુજબ, કવચ કેટલીય મહત્વની સુરક્ષા સુવિધાઓ આપે છે. એ સુનિશ્ચિત કરે છે કે ટ્રેનો માન્ય ઝડપ સીમાની અંદર ચાલે અને ઝડપની રિયલ ટાઈમ દેખરેખ આપે છે, જેનાથી લોકો પાયોલોટોને નિયંત્રણ જાળવી રાખવામાં મદદ મળે છે.
આ સિસ્ટમ સિગ્નલિંગ પાસાઓ અને સતત ઝડપ કંટ્રોલને સીધા લોકો પાયલોટની કેબમાં જ પ્રદર્શિત કરીને અકસ્માતોને રોકવામાં પણ મદદ કરે છે. સૌથી અગત્યની બાબત એ છે કે તે સંભવિત ટ્રેન અકસ્માતોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી નેટવર્ક પર એકંદરે સલામતીમાં સુધારો થાય છે.
શ્રી વિનીતે જણાવ્યું કે પશ્ચિમ રેલવે પર, હાલમાં વડોદરા-અમદાવાદ સેક્શન સહિત મુંબઈ સેન્ટ્રલ-નાગદા સેક્શન પર 90 લોકો સાથે 789 કિલોમીટર પર કવચનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં, પશ્ચિમ રેલ્વેએ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે, કુલ 789 કિમીમાંથી 503 કિમી માટે લોકો ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવી છે અને 90 માંથી 73 લોકોમોટિવ્સ પહેલેથી જ કવચ સિસ્ટમથી સજ્જ છે. આ સેક્શનને ચાલુ નાણાંકિય વર્ષના અંત સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
શ્રી વિનીતે વધુમાં જણાવ્યું કે વડોદરા-અમદાવાદ સેક્શન ઓટોમેટિક સિગ્નલિંગ સેક્શન, જે 96 કિલોમીટર સુધી ફેલાયેલું છે, પર કવચ સિસ્ટમના વર્ઝન 4.0નો ઉપયોગ કરીને લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે, અને બાકી રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે આગળના પરિક્ષણ ચાલી રહ્યા છે. તેવી જ રીતે, વિરાર-સુરત-વડોદરા સેક્શન (ઓટોમેટિક સિગ્નલિંગ સેક્શન) 336 કિમી માંથી, 234 કિમી પર પરીક્ષણ પૂર્ણ થયું છે, અને બાકીના ભાગ પર કામ પ્રગતિમાં છે.
વડોદરા-રતલામ-નાગદા સેક્શન (નોન-ઓટોમેટિક સિગ્નલિંગ સેક્શન) 303 કિમીમાંથી, 173 કિમી પર લોકો ટ્રાયલ પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લે, મુંબઈ સેન્ટ્રલ-વિરાર ઉપનગરીય સેક્શન (ઓટોમેટિક સિગ્નલિંગ સેક્શન), જે 54 કિલોમીટર સુધી ફેલાયેલું છે, પર ટાવરનું બાંધકામ અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) નાખવાનું કામ હાલમાં પ્રગતિમાં છે. આ સિવાય અમદાવાદ, રાજકોટ અને રતલામ મંડળમાં કુલ 1569 કિમી ના ટ્રેક સાઈડ કવચ કામ માટે બિડ આમંત્રિત કરવામાં આવી છે, જેમાંથી 836 કિમી માટે બિડ ખોલવામાં આવી છે.
શ્રી વિનીતે આગળ જણાવ્યું કે પહેલી વાર, આરએફઆઈડી, સિગ્નલ, લેવલ ક્રોસિંગ ગેટ વગેરેના સ્થાનોની સચોટ ઓળખ કરવા માટે LiDAR (લાઈટ ડિટેક્શન એન્ડ રેંઝિંગ) સર્વે કરવામાં આવ્યા છે. OFC પાથરવામાં ઝડપ લાવવા માટે, પશ્ચિમ રેલવેએ હોરિઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલિંગ (HDD) ની વિધિ અપનાવી છે, જે સપાટીથી 3 મીટર નીચે કેબલ પાથરવામાં મદદરૂપ છે.
આ વિધિ પરંપરાગત મેન્યુઅલ ટ્રેચિંગની સરખામણીમાં ઝડપી અને સુરક્ષિત બંને છે અને જરૂરી સમય અને શ્રમમાં અત્યંત ઘટાડો કરે છે. એના સિવાય, સુરક્ષા વધારવા અને વધારાના રિલે રૂમ ખોલવાથી બચવા માટે, પશ્ચિમ રેલવે અધિસૂચિત રોલિંગ બ્લોકનો ઉપયોગ કરી રહ્યું છે અને જંપર્સનું શિડ્યુલ પહેલેથી જ બનાવી લેવામાં આવે છે. આ સુનિશ્ચિત કરે છે કે ઇનડોર રિલે રૂમમાં વાયરિંગમાં ઓછાથી ઓછો સમય થાય.
પશ્ચિમ રેલવે કવચ સિસ્ટમના સફળ અમલીકરણ મારફતે યાત્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે કટિબદ્ધ છે. અગાઉ હાંસલ કરવામાં આવેલ મહત્વપૂર્ણ પ્રગતિની સાથે પશ્ચિમ રેલવે નિશ્ચિત સમય સીમાની અંદર પોતાના સ્થાપના અને પરિક્ષણના લક્ષ્યોને નક્કી પૂરા કરવા માટે ખરા માર્ગે છે, જે રેલવે સુરક્ષા નવીનતામાં મહત્વનું પગલું છે.