વિજય દેવરકોંડા અને રશ્મિકા ડેટિંગ કરતાં હોવાના સંકેત
મુંબઈ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે ગાઢ દોસ્તી છે. થોડા મહિનાઓથી તો તેઓ ડેટિંગ કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. એટલું જ નહીં લોકો તો એમ પણ કહી રહ્યા છે કે, આ યુગલ હાલ લિવઇન રિલેશનશિપમાં રહે છે. જાેકે આ સઘળી બાબતોના કોઇ પુરાવાઓ નથી, ફક્ત અટકળો પર જ વાત ચગી રહી છે.હાલમાં જ રશ્મિકા મંદાનાની આવનારી ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ વિજય દેવરકોંડાએ તેને સોશયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી.
વિજય દેવરકોંડાએ એક્સ એટલે કે પહેલા ટિ્વટર તરીકે જાણીતા, પર પ્રિય રશ્મિકા, દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા અને રણબીર કપૂરને સુભેચ્છાઓ આપી હતી. આ પછી તેણે આ જ ટ્વીટમાં રશ્મિકાને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. સાથે તેણે લખ્યું હતું કે, મેરે પ્રિયો ઔર મેરે પસંદીદા આરકે કો જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.તેમજ તેણે એક દિલનુ ંઇમોજી પણ સાથે રશ્મિકાએ પણ આ ટ્વીટનો મધુર ઉત્તર આપતાં લખ્યું હતું કે, થેન્કયુઉઉઉઉઉ દેવરકોંડા , આપ સબસે એચ્છે હો. તેમના આ ટ્વીટ જાેઇને તેમના ચાહકોને સ્પષ્ટ થઇ ગયું છે કે, આ લોકોના સંબંધ દોસ્તી કરતાં પણ વધુ ગાઢ છે.SS1MS