‘સિકંદર’ને ‘પુષ્પા ૨’નો રેકોર્ડ તોડવામાં સફળતા
મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર ૨૮ તારીખે લોંચ થયું અને આ ટીઝરને ૨૪ કલાકમાં જ ૪૮ મિલિયન વ્યૂ મળી ગયા છે. તાજેતરમાં જે બે ટીઝર સૌથી વધુ જોવાયા છે તે, ‘પુષ્પા ૨- ધ રૂલ’ અને શાહરુખની ડંકીને પણ આ ટીઝરે પાછળ રાખી દીધાં છે.
આમ સલમાનની ‘સિકંદર’ની એક ઝલકે જ આંધી મચાવી દીધી છે. જો આ બે ટીઝરની વાત કરવામાં આવે તો ૨૪ કલાકમાં ‘પુષ્પા ૨’ના ટીઝરને ૩૯.૩ મિલિયન વ્યૂ મળ્યા હતા, જ્યારે ‘ડંકી’ને ૩૬.૮ મિલિયન વ્યૂ મળ્યા હતા. જે સલમાનના ફૅન કેટલા વધારે અને કેટલા ઉત્સાહી છે, તે દર્શાવે છે.
સિકંદરનું ટીઝર સલમાનની એન્ટ્રી સાથે શરૂ થાય છે, જેમાં સલમાન ખાન પાવરફુલ લીડ રોલમાં છે અને સ્ક્રીન પર આવતાં જ તે છવાઈ જાય છે. આ એક એક્શથી ભરપૂર ફિલ્મમાં ધબકારા વધારી દે એવા ઘણા સીન જોવા મળશે. ત્યારે ટીઝરે તેના ફૅન્સની ઉત્સુકતા વધારી દીધી છે.
તેઓ ઉત્સાહપૂર્વક ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.આ આંકડાઓ પરથી એ પણ સાબિત થાય છે કે સલમાનની ફિલ્મમાં માસ અપીલ છે અને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ આ ટીઝર છવાઈ ગયું છે.
યુ ટ્યૂબ પર આ વીડિયોને દર કલાકે સરેરાશ ૨ મિલિયન વ્યૂઝ મળ્યા છે. તેનાથી વ્યુઅરશિપના નવા ધોરણો સ્થપાયા છે. સલમાનની સિકંદર એ આર મુર્ગાદોસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જે ઇદ ૨૦૨૫માં રિલીઝ થશે અને તેમાં રશ્મિકા મંદાના પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.SS1MS