સિકંદરનું શહેનશાહી ઓપનીંગઃ એડવાન્સ બુકિંગમાં જ ૬.૧૧ કરોડની કમાણી

મુંબઈ, સલમાન ખાનની ‘સિકંદર’ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. ચાહકો આ રાજકીય એક્શન થ્રિલર ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને આ સાથે ‘સિકંદર’ની ચર્ચા પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. દરમિયાન, સલમાન ખાન સ્ટારર ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ મંગળવાર એટલે કે ૨૫ માર્ચથી શરૂ થઈ ગયું છે.
ફિલ્મના પહેલા દિવસના શોને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે અને આ સાથે, એડવાન્સ બુકિંગ શરૂ થતાંની સાથે જ તેની ટિકિટો પણ ઝડપથી પ્રી-સોલ્ડ થઈ રહી છે.સલમાન ખાનની ‘સિકંદર’ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દર્શકોમાં તેનો ક્રેઝ ચરમસીમાએ છે.
ઈદના અવસર પર, સલમાન પોતાની ફિલ્મ સાથે સિનેમાઘરોમાં ધૂમ મચાવશે, ભાઈજાનની ફિલ્મની રિલીઝ ચાહકો માટે કોઈ ઉજવણીથી ઓછી નથી.
આ બધા વચ્ચે, ‘સિકંદર’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને ફિલ્મના પ્રી-ટિકિટ વેચાણના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે, જેને જોઈને સ્પષ્ટ લાગે છે કે સલમાન ખાનની ફિલ્મ શરૂઆતના દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે અને વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મનો રેકોર્ડ બનાવી શકે છે.
રસપ્રદ વાત એ છે કે ‘સિકંદર’ એ થોડા કલાકોમાં જ એડવાન્સ બુકિંગમાં કરોડોનો આંકડો પાર કરી લીધો છે.સિકંદરની ૬૭ હજાર ૧૮૨ ટિકિટ હિન્દી ૨ડી ફોર્મેટમાં વેચાઈ હતી. આઈમેક્સ ૨ડી માં ફિલ્મની ૪૫ હજાર ૯૪ ટિકિટ વેચાઈ ગઈ છે. આ સાથે, દેશભરમાં થોડા કલાકોમાં જ ફિલ્મની ૬૭૨૭૬ ટિકિટો પ્રી-સોલ્ડ થઈ ગઈ છે.
આ ફિલ્મે બ્લોક સીટો વિના એડવાન્સ બુકિંગમાં ૧.૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બ્લોક સીટો સાથે, ‘સિકંદર’ એ અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગમાં ૬.૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.એ.આર. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત ‘સિકંદર’માં સલમાન ખાન, રશ્મિકા મંદન્ના, કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી અને પ્રતીક બબ્બર જેવા સ્ટાર્સ છે.
આ ફિલ્મ સાથે, સલમાન ખાન ૨૦૧૪ ની બ્લોકબસ્ટર ફિલ્મ કિક પછી ફરીથી નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ૩૦ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.SS1MS