શીખ સંગઠને અર્જન વેલી ગીતના ઉપયોગ પર વ્યક્ત કરી આપત્તિ
મુંબઈ, રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ રિલીઝ થયા પછી જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલના અભિનયના પણ વખાણ થઈ રહ્યા છે.
ફિલ્મની કમાણીની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં ૭૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જોકે રેકોર્ડ બ્રેક કમાણીની વચ્ચે ફિલ્મ કેટલીક બાબતોને લઈને વિવાદમાં પણ આવી છે.
તાજેતરમાં જ ફિલ્મ પર શીખ ધર્મનું અપમાન કરવા મામલે આરોપ લાગ્યો છે. આ મામલે શીખ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે અને ફિલ્મના કેટલાક સીન અને એક ગીતના ઉપયોગ પર આપત્તિ વ્યક્ત કરીને તેના વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે.
રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ અને મહિલા વિરોધી હોવાની વચ્ચે હવે શીખ સમુદાય દ્વારા ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશને ફિલ્મના કેટલાક સીન પર નારાજગી વ્યક્ત કરી છે.
સંગઠન દ્વારા સેન્સર બોર્ડની પત્ર પર લખવામાં આવ્યો છે જેમાં ફિલ્મના પ્રખ્યાત ગીત અર્જન વેલી અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આરોપ લગાડવામાં આવ્યો છે કે શ્રી ગુરુ ગોવિંદસિંહજી દ્વારા ગાવામાં આવેલા આ માન્યતાથી ભરેલા ગીતને ગુંડાગર્દી અને ગેંગવોર માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
આ ઉપરાંત લેખિત ફરિયાદમાં એનિમલ ફિલ્મમાં શીખોને લઈને જે વિવાદિત સીન દેખાડવામાં આવ્યા છે તેને હટાવવાની માંગ પણ કરવામાં આવી છે. ફિલ્મના એક સીનમાં હીરો ગુરુ શીખના મોઢા ઉપર સિગરેટનો ધુમાડો છોડે છે.
અન્ય એક સીનમાં તે ગુરુ શીખ યુવકની દાઢી પર ચાકુ ચલાવતો જોવા મળે છે. આ સીનને લઈને સંગઠન દ્વારા આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે એનિમલ ફિલ્મમાં હદથી વધુ હિંસા દેખાડવામાં આવી છે જેને લઈને ઘણા લોકો આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ફિલ્મમાં ટોÂક્સક આદતોને ગ્લોરીફાઈ કરવામાં આવી રહી છે. SS1SS