લીમ્બચ માતાજીના મંદિરનો સિલાન્યાસવિધિ કાર્યક્રમ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/0902-Bayad.jpg)
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મોડાસા હાઇવે ઉપર આવેલ અંતિસરા ગામ નજીક મોડાસા હાઇવે ઉપર નવનિર્મિત લીમ્બચ માતાજીના નવીન મંદિરનો ભૂમિ પૂજન અને સિલાન્યાસ વિધિ કાર્યક્રમ બુધવાર ના રોજ યોજાયો હતો. ધનસુરાના મોડાસા હાઇવે ઉપર અંતિસરા ગામે ખોડિયાર માતાજી મંદિર ના સામે મોડાસા જૂથ લીમ્બચ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મોડાસા જૂથ લિબંચ સમાજ દ્વારા નવનિર્મિત લીમ્બચ માતાજીના નવીન મંદિરનો ભૂમિ પૂજન અને સિલાન્યાસ વિધિ કાર્યક્રમ સમારંભ ના પ્રમુખ મનુભાઈ લાલાભાઇ લીમ્બાચીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી જેમાં સમાજ નવ નિર્માણ પામતા લીમ્બચ માતાજીના મંદિર ના નિર્માણ માટે પ્રસંગ અનુરૂપ વિવિધ પ્રવચનો કરવામાં આવ્યા હતા અને આમન્ત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લીમ્બચ માતાજીની મુખ્ય મૂર્તિ, વિઘ્ન હર્તા ગણેશ ભગવાન તેમજ બટુક ભૈરવ સહીતની વિવિધ મૂર્તિઓ તેમજ અન્ય દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભૂમિ પૂજનના દાતા રમેશભાઈ કાળાભાઇ બાયલ ઢાકરોલ, હવનના યજમાના કમલેશભાઈ રેવાભાઈ આકરૂન્દ, દેવરાજ ધામ ગુરુ ગાદી સંત મહંત ધનગીરી બાપુ, મહા મંડલેશ્વર પુરણશરણ દાસજી રામજીમંદિર ધનસુરા સહીત ના સમાજ ના અન્ય મુખ્ય મહેમાનો અને સમાજના જ્ઞાતિ બંધુઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી નવનિર્મિત લીમ્બચ માતાજીના નવીન મંદિરના ભૂમિ પૂજન અને સિલાન્યાસ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.