મહિલાઓના ૭૫ કિગ્રા વર્ગમાં લવલિના બોરગોહેનને સિલ્વર મેડલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/Lovlina-1024x614.jpg)
(એજન્સી)હાંગઝોઉ, લવલિના બોરગોહેને મહિલાઓની ૭૫ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં તે ચીનની લી સામે હારી ગઈ હતી.
પ્રારંભિક રાઉન્ડમાં બંને જાેરદાર ટક્કર જાેવા મળી હતી. જાેકે, બાકીના બે રાઉન્ડમાં ચીનની ખેલાડીએ વધુ સારું રમીને મેચ સરળતાથી જીતી લીધી હતી. આજે ભારતને ૨૦૨૩ એશિયન ગેમ્સમાં તેનો પાંચમો મેડલ મળ્યો છે. લવલિના બોરગોહેને મહિલાઓની ૭૫ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ફાઈનલ મેચમાં લવલીના હારી ગઈ હતી અને પછી તેને સિલ્વર મળ્યો હતો. ભારતીય બોક્સર પરવીન હુડ્ડાને સેમિફાઈનલમાં હાર્યા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલાઓની ૫૭ કિગ્રા વજન વર્ગમાં પ્રવીણને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.