સીમલીયા ગામે વાડમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું
(પ્રતિનિધિ) સંતરામપુર, સંતરામપુર તાલુકામાં ખેડાપા આઉટપોસ્ટ હદ ના સીમલીયા ગામે આવેલ ભમરી ચેક પોસ્ટ પાસે માનગઢ જવાનાં રસ્તે જંગલ વિસતારમાં આજરોજ તારની વાડમાં ફસાયેલા દીપડો સથાનિક ગ્રામજનો ને વહેલી સવારે નજરે પડતાં ગામ લોકોના ટોળાં ધટના સ્થળે ઉમટેલ જાેવા મળતાં હતાં.
આ ધટના ની જાણ સંતરામપુર ની નેચર હેલ્થ ફાઉન્ડેશન ને કરાતાં આ સંસ્થા ની ટીમ ના સભ્યો તુરતજ ધટના સ્થળે દોડી આવેલ અને બનાવ ની જાણ ફોરેસ્ટ વિભાગ ને પણ કરાતાં સબ ડીએફો. આર.એફ.ઓ.ને સ્ટાફ પણ ધટના સ્થળે દોડી આવેલ અને ફસાયેલ દીપડા નું દિલ ધડક રેસ્ક્યુ બંન્ને ટીમોએ કરી ને જીવના જાેખમે દીપડા ને પાંજરે પુરેલ હતો.