Western Times News

Gujarati News

ભારતમાં ઝડપી પ્રગતિ કરી રહેલી D2C ઈકોસિસ્ટમની સરળ ક્રેડિટ સુવિધા માટે Simpl અને Klub વચ્ચે સમજૂતી

બેંગલુરુ, ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓ માટે સરળતાથી ક્રેડિટ ઉપલબ્ધ કરાવવા તથા તેમની વર્કિંગ કૅપિટલની જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરવા દેશના અગ્રણી વન-ટૅપ ચેકઆઉટ પ્લેટફોર્મ Simpl એ અગ્રણી રેવન્યૂ આધારિત ફાઇનાન્સ કંપની Klub સાથે ભાગીદારીની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારીથી વેપારીઓ સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી ઓછા વ્યાજે, ફ્લેક્સિબલ મુદત માટે ક્રેડિટ મેળવી શકશે.

Simpl joins hands with Klub to enable easy credit access for the fast growing D2C ecosystem in India

ઝડપી પ્રગતિ કરી રહેલા D2C વેપારીઓ માટે Simpl તેના બૂસ્ટર પૅકેજમાં કૅપિટલ-એઝ-એ-સર્વિસ સુવિધા દાખલ કરીને આ અંગેના પડકારને પહોંચી વળવા માગે છે. આ પહેલથી લાંબા ગાળાનું વેલ્યુ ક્રિએશન થશે તથા ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતી ઘણી કંપનીઓની એક મુખ્ય સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થશે. આ ભાગીદારી સાથે Simpl તેના ‘બૂસ્ટર પૅકેજ’નો વિસ્તાર કરી રહી છે જેના દ્વારા વિવિધ D2C વેપારીઓ તરફથી બ્રાન્ડ બિલ્ડિંગ, ક્રેડિટ એક્સેસ, ડિજિટલ માર્કેટિંગ તથા ઈ-કોમર્સ કન્સલ્ટિંગ જેવી એક્સક્લુઝિવ સેવાઓ પૂરી પાડવામાં આવશે જે બિઝનેસની પ્રગતિમાં મદદરૂપ થઈ શકે. આ પહેલનો હેતુ D2C વેપારીઓની એવી વિશ્વાસપાત્ર ઈકોસિસ્ટમ ઊભી કરવાનો છે જે તેમના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાનાં ઉત્પાદનોની સાથે સરળ અને ઝડપી પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવે.

કલારી કૅપિટલના “બિયોન્ડ ઈ-કોમર્સ 3.0” અહેવાલ અનુસાર કોરોના રોગચાળાને પરિણામે ઝડપી ડિજિટાઈઝેશન થતાં છેલ્લા બે વર્ષમાં ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓછામાં ઓછા 50 મિલિયન નવા યુઝરનો ઉમેરો થયો છે. તેની સાથે ભારતમાં 2025 સુધીમાં ઈન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા 1.1 અબજ થવાની ધારણા છે જેમાંથી 30 ટકા લોકો ઑનલાઇન શોપિંગ કરશે.

આને કારણે D2C વેપારીઓ માટે ખૂબ મોટી તકના દ્વારા ખૂલશે અને તેઓ 2025 સુધીમાં 50 અબજ ડૉલરનું વેચારણ કરશે તેવી ધારણા છે. તેથી તેમને ક્રેડિટ એક્સેસ અને પેમેન્ટમાં સરળતા ઉપલબ્ધ થઈ શકે અને આ પરિવર્તન લાવવામાં તેમને મદદ કરવાનો Simplનો આશય છે.

આ ભાગીદારી અંગે પ્રતિભાવ આપતા Simpl ના સહ-સ્થાપક અને સીઈઓ નિત્ય શર્માએ કહ્યું કે, “ભારતમાં D2C વેપારી ઈકોસિસ્ટમનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે અમે આ વેપારીઓને પડતી મુશ્કેલીઓના ઉકેલ શોધવા સતત પ્રયત્નશીલ રહીએ છીએ. આ પ્રયાસના ભાગરૂપે જ અમે Klub સાથે ભાગીદારી કરીને D2C સમુદાયની વર્કિંગ કૅપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમને ક્રેડિટ સુવિધા પુરી પાડવા બૂસ્ટર પૅકેજના વિસ્તરણની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. ભારતમાં D2C ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના તથા ઝડપથી વિકસી રહેલા સમુદાયને તેમનો બિઝનેસ પ્રસ્થાપિત કરવાના માટેના એક ઈચ્છિત ભાગીદાર તરીકે ઉભરવાના અમારા પ્રયાસોનો જ આ એક ભાગ છે”.

Klub ના સહ-સ્થાપક અને સીઈઓ અનુરક્ત જૈને કહ્યું કે, Klub ખાતે અમે વેપારીઓને નાણાકીય સહાય ઑફર કરવાના પ્લેટફોર્મમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યા છીએ. અમારી આ નવીન કૅપિટલ પ્રોડક્ટ એ પ્લગ-એન્ડ પ્લે જેટલી સરળ છે જે અમારા ભાગીદારોના પ્લેટફોર્મ પર  તદ્દન સરળતાથી જોડાઈ શકશે.

D2C વેપારીઓની પ્રગતિમાં તેમની વધતી જતી વેપારી જરૂરિયાતો પૂરી પાડવા માટે ઝડપી અને સરળ નાણાકીય વિકલ્પો પૂરા પાડવાના Simpl ના પ્રયાસોમાં ભાગીદારી કરવાનો અમને આનંદ છે. અને બેંકો, એનબીએફસી તથા અમારા પોતાના ક્રેડિટ ફંડ સહિત કૅપિટલ ભાગીદારોમાંથી પસંદગીના વ્યાપક વિકલ્પો ઉપલબ્ધ થતાં અમો વેપારીઓને શ્રેષ્ઠ નાણાકીય સોલ્યુશન્સનું આશ્વાસન આપીએ છીએ.

આ પરિવર્તનમાં અગ્રણી રહેવાનો તથા વિવિધ પ્લેટફોર્મને એમ્પાવર કરવાનો અમને આનંદ છે જેથી તેઓ તેમની વેપારી ઈકોસિસ્ટમનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે.” D2C ઈકોસિસ્ટમને સહાય કરવાના પ્રયાસોના ભાગરૂપે Klub નું ધ્યેય દેશભરતમાં નાના વેપારીઓ માટે આગામી છ મહિનામાં રૂપિયા 200 કરોડની લોન પૂરી પાડવાનું છે.

ગ્રાહકોને વિશેષ સુવિધાઓ પૂરી પાડવા તરફ વેપારીઓની વધતી જતી સભાનતાને કારણે ભારતમાં D2C ઈકોસિસ્ટમનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, પરિણામે ઈ-કોમર્સ માર્કેટપ્લેસનું વિસ્તરણ થયું છે અને ગ્રાહકો સાથે તેમનો સીધો સંપર્ક સ્થપાયો છે. આ સ્થિતિને વધારે સરળ બનાવવા પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત સમગ્ર ડિજિટલ વેલ્યુ ચેઇનની રચના લાખો ગ્રાહકોના સુખદ અનુભવ માટે અગત્યની બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.