Western Times News

Gujarati News

સિંગાપુરમાં ફ્લાઇટમાં ગેરવર્તણૂક બદલ એક ભારતીયની ધરપકડ

પ્રતિકાત્મક

આ મામલામાં કોર્ટ ૨૨મી એપ્રિલે સુનાવણી કરશે

આ ઘટના ત્યારે બની હતી જ્યારે કથિત રીતે નશામાં ધુત્ત કોલાથુએ ઉડાણ દરમિયાન બૂમબરાડા પાડવાનું શરુ કર્યું હતું

સિંગાપુર,સિંગાપુરથી સિડની જનારી ફ્લાઇટમાં કથિત રીતે હંગામો કરવા અને ક્રુ મેમ્બરને મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપોમાં એક ભારતીય નાગરિક પર મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. ‘ધ સ્ટ્રેટ્‌સ ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ, ૪૨ વર્ષીય કોલાથુ જેમ્સ લિયો પર કેટલાય ગંભીર આક્ષેપો છે.

જેમાં ફ્લાઇટ એટેન્ડેન્ટની સામે ગુનાહિત બળનો ઉપયોગ કરવો અને વિમાનમાં નશાની હાલતમાં મુસાફરી કરવીની બાબત સામેલ છે. જેનાથી વ્યવસ્થા અને શિસ્તને ખતરો પહોંચ્યો.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોલાથુ લિયોએ કથિત રીતે ક્રુ મેમ્બરને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ પ્રવક્તાના કહેવા મુજબ, ૨૭મી જાન્યુઆરીએ સિંગાપુર જનારી સ્કૂટ ફ્લાઇટમાં પોતાના આક્રમક વ્યવહાર પછી લિયોને યાત્રાના બાકી સમય માટે કેબિન ક્રુ દ્વારા રોકી દેવામાં આવ્યો હતો. ચાંગી એરપોર્ટ પહોંચવા પર લિયોની એરપોર્ટ પોલીસ ડિવીઝનના અધિકારીઓએ ધરપકડ કરી લીધી હતી.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે કથિત રીતે નશામાં ધુત્ત કોલાથુએ ઉડાણ દરમિયાન બૂમબરાડા પાડવાનું શરુ કર્યું હતું. તેના પર સીટ પોકેટ ખોલવાનો સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે. આ મામલામાં કોર્ટ ૨૨મી એપ્રિલે સુનાવણી કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.