Western Times News

Gujarati News

બે દીકરા બાદ દીકરીનો પિતા બન્યો સિંગર Atif Aslam

મુંબઈ, આતિફ અસલમના ઘરે હર્ષોલ્લાસનો માહોલ છે અને હોય પણ કેમ નહીં? બે દીકરા- અબ્દુલ અને આર્યન બાદ તેને ત્યાં દીકરીનો જન્મ થયો છે તો. હાલમાં જ તેની પત્ની સારા ભર્વાનાએ વધુ એક બાળકને જન્મ આપ્યો છે અને સિંગિંગ સેન્સેશન આતિફે સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી છે. તેણે દીકરીની તસવીર શેર કરી છે અને તેનું નામ શું પાડ્યું તેનો પણ ખુલાસો કર્યો છે.Singer Atif Aslam became the father of a daughter

આતિફે લખ્યું છે ‘આખરે રાહનો અંત આવ્યો છે.  મારા દિલની નવી રાણી આવી ગઈ છે. બાળક અને સારા ઠીક છે. અહમદુલિલ્લાહ. તમારી પ્રાર્થનામાં અમને યાદ રાખજાે. હાલિમા આતિફ અસલમ તરફથી રમઝાન મુબારક ૨૩/૦૩/૨૦૨૩.

સિંગરના કેટલાક મિત્રો અને ફેન્સે હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે અને તેને અભિનંદન પાઠવ્યા છે. આતિફની પત્ની સારા શિક્ષણવિદ્‌ છે. બંનેના નિકાહ ૨૯ માર્ચ ૨૦૧૨ના રોજ થયા હતા. આતિફ તેના અવાજ અને પર્સનાલિટીના કારણે વધારે પોપ્યુલર છે. માત્ર દેશ જ નહીં પરંતુ ભારતમાં પણ આજે તેના લાખો ફેન્સ છે, જેમાં સૌથી વધારે મહિલા છે. પરંતુ તેનું દિલ પહેલી જ નજરમાં સારા પર આવી ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Atif Aslam (@atifaslam)

જે સુંદરતાના મામલે હીરોઈનોને પણ ટક્કર આપે છે. ઘણા વર્ષ પહેલા કપિલ શર્માના શોમાં હાજર રહેલા આ સિંગરે પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં તેને લગ્નમાં જાેઈ હતી. તો ઉભી હતી અને સુંદર લાગતી હતી. દુનિયાભરમાં ફર્યો છું અને ઘણી છોકરીઓ જાેઈ છે, પરંતુ તે પહેલી એવી છોકરી હતી જેની સાથે હું વાત કરવા માગચો હતો.

મેં તરત જ તેનો સંપર્ક નહોતો કર્યો પરંતુ થોડી રાહ જાેઈ હતી. બે મહિના બાદ એક કોમન ફ્રેન્ડે મારો સંપર્ક કર્યો ત્યારે મેં તેને સારા વિશે પૂછ્યું હતું. બાદમાં મેં તેની સાથે વાત કરવાની પહેલ કરી હતી. સાત વર્ષના રિલેશનશિપ બાદ અમે નિકાહ કર્યા હતા’.

તેમનો પરિવાર પણ આ સંબંધો વિશે જાણતો હતો પરંતુ કપલે કોઈ પણ ર્નિણય પર પહોંચતા પહેલા એકબીજાને સમય આપવાનું નક્કી કર્યું હતું. આતિફ અસલમે તેની મ્યૂઝિકલ જર્નીની શરૂઆત આલ્બમ ‘જલ પરી’થી કરી હતી, જે આજે પણ તેના ફેન્સને યાદ છે.

સિંગર, કમ્પોઝર અને સોન્ગરાઈટરે હિંદી સિનેમામાં પણ ઘણા યાદગાર સોન્ગ આપ્યા છે. જેમાં ‘ટાઈગર જીંદા હૈ’નું ‘દિલ દિયા ગલ્લા’ અને ‘બદલાપુર’ના સોન્ગ ‘જીણા જીણા’ સાથે મુસાફિર, ઓ મેરી લૈલા, જાને દે અને વો લમ્હે વો બાતે સહિતનાનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.