મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો સિંગર દિલજીત દોસાંઝ
મુંબઈ, દિલજીત દોસાંઝ હાલ દિલ-લુમિનાટી ઈન્ડિયા ટૂર ૨૦૨૪ના કારણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. જયપુર, બેંગલુરુ, દિલ્હી, મુંબઈ બાદ દિલજીતે તાજેતરમાં ઈન્દોરમાં પોતાનો કોન્સર્ટ કર્યાે હતો, ત્યારબાદ તે મંગળવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો હતો, જ્યાં તેણે મહાકાલની ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો.
જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દિલજીત સફેદ ધોતી-કુર્તા અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળે છે.
ગર્ભગૃહની બહાર બેસીને તે ભોલેનાથની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. સિંગરે તેના ફેન્સ માટે તેની મંદિરની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું, ‘જય શ્રી મહાકાલ’ છે. દિલજીત દોસાંઝે ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.
તેમની લોકપ્રિય હિન્દી ફિલ્મો ‘ઉડતા પંજાબ’, ‘સૂરમા’ ‘ચમકીલા’ છે, જ્યારે પંજાબી ફિલ્મોમાં ‘જટ્ટ એન્ડ જુલિયટ’, ‘પંજાબ ૧૯૮૪’, ‘સરદાર જી’, ‘સુપર સિંહ’ અને ‘અંબરસરિયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે.SS1MS