એકબીજાના થયા સિંગર પલક મુચ્છલ અને મ્યુઝિક કમ્પોઝર મિથુન

મુંબઈ, બોલિવૂડ સિંગર પલક મુચ્છલ અને મ્યુઝિક કમ્પોઝર મિથુને લગ્ન કરી લીધા છે. તેમણે રવિવારે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર લગ્નનો ફોટો શેર કરતા સિંગર પલક મુચ્છલે લખ્યું કે આજે અમે હંમેશાં માટે એકબીજાના થયા.
લગ્નના ફોટોગ્રાફ્સમાં સિંગર પલક મુચ્છલ લાલ રંગના ટ્રેડિશનલ લૂકમાં જાેવા મળી રહી છે. જ્યારે કમ્પોઝર મિથુને શેરવારી પહેરી છે. ૩૦ વર્ષીય સિંગર પલક મુચ્છલના જાણીતા ગીતો આશિકી ૨નું મેરી આશિકી, ચાહું મેં યા ના, જય હોનું ફોટો કોપી, કિકનું જુમ્મે કી રાત વગેરે છે.
આ સિવાય પલક મુચ્છલે ગુજરાતી ફિલ્મ પોલમપોલ અને હંગામા હાઉસના એક-એક ગીતમાં અવાજ આપ્યો છે. તેને આશિકી ૨ તેમજ પ્રેમ રતન ધન પાયોના ગીતો માટે એવોર્ટ માટે નોમિનેટ કરાઈ હતી. જ્યારે તેના પતિ મિથુને ઈમરાન હાશમીની ફિલ્મો ઝહર, કલયુગ, ધ ટ્રેન વગેરેના ગીતો કમ્પોઝ કર્યા છે.
આ સિવાય આશિકી ૨ના ગીતો પણ કમ્પોઝ કર્યા છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કર્યા બાદ બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી હંસિકા મોટવાણી દુલ્હન બનવા જઈ રહી છે. તે ઘણા સમયથી મુંબઈના બિઝનેસમેન અને પોતાની કંપનીના પાર્ટનર સોહેલ કથુરિયા સાથે રિલેશનશિપમાં છે.
બંને આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં રાજસ્થાનના જયપુરમાં આવેલા ૪૫૦ વર્ષ જૂના કિલ્લામાં શાહી અંદાજમાં સાત ફેરા લેવાના છે અને ત્યાં અત્યારસુધી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ પહેલા સોહેલે હંસિકાને ખૂબ જ રોમેન્ટિક રીતે પેરિસના ફેમસ એફિલ ટાવર સામે પ્રપોઝ કર્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયાના વેડિંગ ફંક્શન ૨ ડિસેમ્બરે શરૂ થશે અને ૪ ડિસેમ્બરે લગ્ન સાથે પૂરા થશે. લવબર્ડ્સના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે.
૨ ડિસેમ્બરે સુફી નાઈટનું આયોજન કરવામાં આવશે, તેના બીજા દિવસે મહેંદી અને સંગીત ફંક્શન છે. ૪ ડિસેમ્બરે સવારે હલ્દી થશે અને સાંજે હંસિકા અને સોહેલ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની જશે. લગ્નના તમામ ફંક્શનનો ડ્રેસ કોડ પેસ્ટલ કલર પર આધારિત હશે, તેવું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. હંસિકા મોટવાણી કે તેના પરિવારના કોઈ પણ સભ્યએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.SS1MS