ગાયક ઉદિત નારાયણે ઉત્સાહથી જન્મદિવસ ઉજવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Udit-Narayan.jpg)
મુંબઈ, બોલિવૂડમાં પોતાના સુરીલા અવાજનો જાદુ ફેલાવનાર ગાયક ઉદિત નારાયણ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઉદિત નારાયણે હિન્દી ઉપરાંત તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી અને ભોજપુરી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઉદિત નારાયણનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો.
બહુ ઓછા લોકો જાણે છે કે ઉદિત નારાયણે બે લગ્ન કર્યા છે. જેમને તેમણે લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા હતા. જાે.કે ઘણા દાયકાઓ સુધી સંગીત જગત પર રાજ કરનાર બોલિવૂડના સિંગરનું અંગત જીવન થોડું વાંકું રહ્યું છે. તે ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે ખબર પડી કે તેમણે તેમની પત્નીને છૂટાછેડા લીધા વિના અને જાણ કર્યા વિના બીજા લગ્ન કર્યા હતા. ઉદિત નારાયણનું પૂરું નામ ઉદિત નારાયણ ઝા છે.
સિંગરે પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ નહીં નેપાળી ફિલ્મથી કરી હતી. તેમણે પોતાનું પહેલું ગીત નેપાળી ફિલ્મ ‘સિંદૂર’ માટે ગાયું હતું. લગભગ ૧૦ વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી તેમને ‘કયામત સે કયામત તક’ નું ગીત ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ ગાવાની તક મળી હતી.
જેમણે તેમનું જીવન બદલી નાખ્યું હતું. આમિર ખાન પર ફિલ્માવાયેલું આ ગીત આજે પણ લોકોને ગમે છે અને ત્યારથી બોલિવૂડમાં ઉદિત નારાયણનું નસીબ ઉજળું હતું. ઉદિત નારાયણે ૧૯૮૪માં બિહારમાં રંજના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તે બોલિવૂડનું જાણીતું નામ નહોતું અને તેમણે પોતાનું કરિયર બનાવવું હતું. આવી સ્થિતિમાં તેઓ પત્નીને છોડીને મુંબઈ આવી ગયા હતા.
મુંબઈમાં ઉદિત દીપા ગહતરાજને મળ્યાં અને બંને પ્રેમમાં પડ્યા હતા. બંનેએ ૧૯૮૫ માં લગ્ન કર્યા અને તેમને એક પુત્ર, આદિત્ય નારાયણ છે, જે એક પ્લેબેક સિંગર પણ છે. જાે.કે ઉદિત નારાયણના જીવનમાં તેની બે પત્નીઓને લઈને તોફાન આવી ગયું છે.
હા, કરોડો લોકોને પોતાના ગીતો પર ડાન્સ કરાવનાર ઉદિત નારાયણ મુંબઈ આવીને પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરી લીધા છે. જ્યારે પહેલી પત્નીને આ બધું ખબર પડી તો તેણે સિંગર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ત્યારપછી ઉદિત નારાયણે પણ કબૂલ્યું હતું કે તેણે પહેલી પત્નીને જાણ કર્યા વિના બીજા લગ્ન કરી લીધા હતા.
૧ ડિસેમ્બર ૧૯૫૫ના રોજ જન્મેલા ઉદિત નારાયણનો જન્મ બિહારના નાના ગામ બૈસીમાં થયો હતો. તેના માતા-પિતા બિહારથી નેપાળ શિફ્ટ થઈ ગયા અને નેપાળ પહોંચ્યા પછી જ સિંગરને ગાવાનું ભૂત સતાવ્યું હતું.
નેપાળી રેડિયો શોમાં તેમના અવાજનો જાદુ દેખાવા લાગ્યો હતો. ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તે માત્ર સિંગિંગમાં જ કરિયર બનાવશે. સંગીતની દુનિયામાં પગ મૂકવા માટે તેઓ મુંબઈ ગયા હતા. શરૃઆતમાં માયાનગરીમાં તેઓને અનેક આંચકાઓ આવ્યા હતા. પણ રાજેશ રોશને તેના અવાજની કણસણ ઓળખી લીધી હતી.SS1MS