‘સિંઘમ અગેઇન’ને રિલીઝ થતાં પહેલાં જ રૂ.૨૦૦ કરોડની આવક
મુંબઈ, રોહિત શેટ્ટીની ‘સિંઘમ’, ‘સિંઘમ અગેઇન’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી સફળ ફિલ્મો પછી કોપ યુનિવર્સનું નવું પ્રકરણ ‘સિંઘમ અગેઇન’ દિવાળી પર થિએટરમાં રિલીઝ થશે. રોહિત શેટ્ટીની આ ફિલ્મોને ‘એવેન્જર્સ ઓફ કોપ યુનિવર્સ’ કહેવાય છે.
આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર, રણવીર સિંઘ, અક્ષય કુમાર, દીપિકા પાદૂકોણ, ટાઇગર શ્રોફ, અર્જૂન કપૂર અને જેકી શ્રોફ મહત્વના રોલમાં જોવા મળશે. દસ દિવસમાં ફિલ્મનું ટ્રેઇલર રિલીઝ થઈ જશે. એ પહેલા રોહિત શેટ્ટીએ જિઓ સ્ટુડિઓઝ સાથે એક મોટી નોન થિએટ્રીકલ ડીલ કરી છે.
આ પ્રક્રિયા સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘સિંઘમ અગેઇન’ના સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ રાઈટ્સ અને સંગીતના અધિકારોની કુલ મળીને લગભગ ૨૦૦ કરોડની ડીલ સાઇન કરવામાં આવી છે. “આ રોહિત શેટ્ટી અને અજય દેવગન બંનેની પહેલી આટલી મોટી નોન થિએટ્રીકલ ડીલ છે.
રોહિત શેટ્ટીની ફિલ્મો ટીવી પર હંમેશા લોકપ્રિય રહી છે, તેથી તેની ફિલ્મોને સેટેલાઇટ રાઇટ્સની કમાણી હંમેશા મોટી જ હોય છે. તેથી ‘સિંઘમ અગેઇન’ને પણ ટીવી ચેનલો પ્રિમીયમ પ્રાઇઝ આપવા તૈયાર હતી. છેલ્લા બે દાયકામાં આવેલી ફિલ્મોમાં આ ફિલ્મમાં સૌથી મોટી કાસ્ટ છે. તેથી આ ફિલ્મ કમાણીના બધા જ રેકોડ્ર્ઝ તોડશે તેવી આશા છે.”
સૂત્રએ આગળ જણાવ્યું,“આ ફિલ્મ માટે દરેક પ્રકારના માધ્યમો ઉત્સાહિત છે. તેમને વિશ્વાસ છે કે દરેક માધ્યમોમાં આ ફિલ્મને વ્યુઅરશિપ મળશે. કારણ કે રોહિત શેટ્ટી અને અજય દેવગનની ફિલ્મોએ હંમેશા સારા પરિણામ આપ્યા છે અને તેમની ફિલ્મો લોકો વિવિધ માધ્યમો પર એકથી વધુ વખત જુએ છે.”
આ ફિલ્મ ૧ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. જેમાં આ વખતે રામાયણનો આધાર લેવામાં આવ્યો છે અને ફિલ્મના ઘણા દૃશ્યો શ્રીલંકામાં શૂટ કરવામાં થયા છે. ફિલ્મના મેકર્સને વિશ્વાસ છે કે ફિલ્મને દિવાળીની રજાઓનો બોક્સ ઓફિસ પર મોટો ફાયદો થશે.SS1MS