સિંઘમ અગેઇન અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ હશે
મુંબઈ, ડિરેક્ટર રોહિત શેટ્ટીની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘સર્કસ’ ભલે ફ્લોપ રહી હોય, પરંતુ એમાં કોઈ શંકા નથી કે તે વર્ષોથી સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે. આ કારણથી તેને ‘રો-હિટ શેટ્ટી’ પણ કહેવામાં આવે છે.
એક તરફ જ્યાં રોહિત શેટ્ટી ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ વેબ સિરીઝમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તે ‘સિંઘમ અગેઈન’માં વ્યસ્ત છે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મમાં મજબૂત સ્ટારકાસ્ટ જાેવા મળશે. આમાં રોહિત શેટ્ટી એક્ટર દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર, અક્ષય કુમાર અને રણવીર સિંહને લાવવાની યોજના બનાવી રહ્યો છે. જેકી શ્રોફ ‘સિંઘમ અગેઈન’માં વિલનની ભૂમિકામાં જાેવા મળશે.
પિંકવિલાના અહેવાલ મુજબ સિંઘમ અગેઇન રોહિત શેટ્ટીની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ હશે. રોહિત શેટ્ટી છેલ્લા દોઢ વર્ષથી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.
હવે તે ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, સૂત્રએ જણાવ્યું કે ‘સિંઘમ અગેઈન’નું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટથી શરૂ થશે. તે વર્ષ ૨૦૨૪માં સ્વતંત્રતા દિવસ (૧૫મી ઓગસ્ટ)ના અવસર પર રિલીઝ થશે. રોહિત શેટ્ટી ભારત અને વિદેશમાં વિવિધ સ્થળોએ જંગી એક્શન સિક્વન્સ સાથે ફિલ્મનું શૂટિંગ કરવાની યોજના બનાવી રહ્યો છે. રોહિત શેટ્ટીનું લક્ષ્ય ‘સિંઘમ અગેઈન’ને દેશની સૌથી મોટી પોલીસ ફિલ્મ બનાવવાનું છે.
સૂત્રએ જણાવ્યું કે સિંઘમ રોહિત શેટ્ટીનું સૌથી પ્રિય પાત્ર છે. તે આ નવી કોપ યુનિવર્સ ફિલ્મ સાથે સિંઘમની ગેમને આગળ વધારવા માગે છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટીની વેબ સીરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
ડાયરેક્ટર રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સના આ વેબ શો પાસેથી લોકોને ખાસ્સી અપેક્ષા છે. આ શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય અને ઈશા તલવાર મહત્વના રોલમાં છે. સિદ્ધાર્થ અને રોહિત શેટ્ટીએ મોટાપાયે આ વેબ શોની જાહેરાત કરી હતી.
આ શૉનું ડાયરેક્શન રોહિત શેટ્ટી અને સુશ્વંત પ્રકાશ કરી રહ્યા છે. વેબ શોની સ્ટોરી રોહિત શેટ્ટીએ અનુષા નંદાકુમાર અને સંદીપ સાકેત સાથે મળીને લખી છે. ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ના પ્રોડ્યુસર રોહિત શેટ્ટી પિક્ચર્ઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ છે. આ સીરિઝ વિશે વાત કરતાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું, “‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ મારા માટે ખાસ છે અને હું કેટલાય વર્ષોથી આના પર કામ કરી રહ્યો છું.
હવે દુનિયાભરમાં વસતાં લોકો ઓટીટીના માધ્યમથી આ જાેશે તેના માટે હું કૃતજ્ઞ છું.” નોંધનીય છે કે, આઠ ભાગની આ સીરીઝ દ્વારા રોહિત શેટ્ટી પહેલીવાર શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહ્યો છે. હવે રોહિત શેટ્ટી ‘સિંઘમ ૩’ અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિકને ડાયરેક્ટ કરશે.SS1MS