ભરૂચ જિલ્લા જેલ ખાતે બંદીવાન ભાઈઓને બહેનોએ રક્ષા સૂત્ર બાંધી ઉજવણી કરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ જીલ્લા જેલ ખાતે વિવિધ સંસ્થાની બહેનો તેમજ સગી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તેમજ જેલ સ્ટાફને રક્ષા સૂત્ર બાંધી ઉજવણી કરવામાં આવી હતી.
ભાઈ – બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.આ તહેવારને બહેનો દ્વારા પોતાના ભાઈઓની કલાઈ ઉપર રક્ષા સૂત્ર બાંધી ઉજવણી કરતી હોય છે.
ત્યારે ભરૂચ જીલ્લા જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા બંદીવાન ભાઈઓ પણ આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય,અમદાવાદ તરફથી ભરૂચ જીલ્લા જેલના ૩૦૦ થી વધુ બંદીવાન ભાઈઓને રક્ષાબંધનના તહેવારની ઉજવણીના ભાગરૂપે બંદિવાનોને રાખડી બાંધવા માટે આપેલ પરવાનગી અનુસાર ઈ.ચા.અધિક્ષક
એન.પી.રાઠોડનાઓના નેતૃત્વ હેઠળ વિવિધ સંસ્થાઓ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,શ્રી ગાયત્રી શક્તિ પીઠ સેવા ટ્રસ્ટ,બ્રહ્માકુમારીઝ ભરૂચનાઓ તરફથી રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલના બંદિવાન ભાઈઓ,જેલ અધિક્ષક તેમજ જેલ સ્ટાફના જવાનોને તિલક કરી,રાખડી બાંધી,મો મીઠુ કરાવી આશિર્વાદ આપ્યા હતા.
તો બીજી તરફ બંદિવાન ભાઈઓને તેમની સગી બહેનો દ્વારા પણ તિલક કરી રાખડી બાંધી મોઢું મીઠુ કરાવ્યું હતું.આ સમયે બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ વ્યકત કર્યો હતો અને બહેનો દ્રારા પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધતી વખતે લાગણીસભર દ્ર્શ્યો જાેવા મળ્યા હતા.