Western Times News

Gujarati News

સિવાના સેવા સમિતિ, અમદાવાદનો સ્નેહ મિલન સમારોહ સંપન્ન થયો

અમદાવાદ – રાજસ્થાન પ્રાંતના ગઢસિવાના શહેરના જૈન સમાજના પ્રવાસી ભાઈઓની સંસ્થા સિવાના સેવા સમિતિની સ્નેહમિલન સમારોહ નું આયોજન મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સિવાના નાં પ્રવાસી પરિવારજનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. Sivana seva samiti ahmedabad

 સમિતિના સચિવ મુકેશ આર. કંકુચૌપડાએ જણાવ્યું હતું કે સર્વપ્રથમ મહાવીર સ્વામીજીના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમના અતિથિ વિશેષ હિમાંશુભાઈ શાહ (જીતો એપેક્સ વાઇસ ચેરમેન) ગૌતમચંદ ચૌધરી (મેનેજિંગ ડિરેક્ટર સેનસ્ટાર ગ્રુપ) )

 ડો. હસમુખ ભાઈ અગ્રવાલ (ડિરેક્ટર રેશમ બાઈ હોસ્પિટલ) સ્નેહમિલનના લાભાર્થી બાબુલાલજી સોનમલજી બાલડ , સિવાના સેવા સમિતિ અમદાવાદના પ્રમુખ અમીત બાલડ, આઉટગોઇંગ પ્રેસિડેન્ટ: દિનેશ શ્રીશ્રીમાલ, ટ્રેઝરર રણજીત કાનુંગા, કન્વીનરો: પરાગ બાગરેચા, લલિત રાંકા, નરેન્દ્ર જીન્નાનીએ દીપ પ્રાગટ્ય કર્યું અને મંચ મા તેમનું સ્થાન લીધું.  અને નમસ્કાર મહામંત્રથી કાર્યક્રમની શરૂઆત થઈ.

 સ્વાગત પ્રવચન દરમિયાન, પ્રમુખ અમીત બાલડ તમામ મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને સંસ્થાની પ્રવૃત્તિઓ પર પ્રકાશ ડાલ્યો  ત્યાર બાદ તમામ મહેમાનો અને સ્નેહી સ્નેહમિલનના લાભાર્થીઓ, બાબુલાલજી, જગદીશજી, લલિતકુમારજી, રમેશકુમારજી બાલડ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

 કાર્યક્રમ દરમિયાન સંઘવી માણકચંદજી લલવાણીનું સમાજ અને શાસનમાં નોંધપાત્ર સેવાઓ બદલ સિવાનારત્ન સમ્માન આવ્યું હતું.

 કાર્યક્રમનું અભૂતપૂર્વ મંચ સંચાલન ખ્યાતિ મહેતા, નિખિલ કાનુંગા, ભૂમિ બાગરેચા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.