Western Times News

Gujarati News

જશ્ને આમદે રસૂલનાં પ્રોગ્રામ સંદર્ભે છ યુગલો નિકાહના બંધનમાં બંધાયા

ઉપસ્થિત ઉલમાંઓએ કુરિવાજ દૂર કરવા એજ્યુકેશન પર ભાર મુકવા અને યુવાનોને મોબાઈલની લત છોડવા તકરીરમાં ટકોર કરી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ તાલુકાના નરસંડા ગામ ખાતે જશ્ને આમદે રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર ભવ્ય પ્રોગામ યોજાયો હતો. પ્રોગ્રામના અનુસંધાનમાં સમૂહ લગ્ન ઉત્સવ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ૬ યુગલો નિકાહના બંધનમાં બંધાયા હતા.

નરસંડામાં ઈદે મિલાદના તહેવારના અનુસંધાનમાં દર વર્ષે જને આમદે રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર એક ભવ્ય પ્રોગામ થાય છે. ખલીફ-એ હુઝૂર શૈખુલ ઇસ્લામ વ ખલીફ-એ મુફતીએ ગુજરાત વહોરા અબ્દુલકૈયુમ અબ્દુલરહેમાન ના માર્ગદર્શન તેમજ દોરવણી હેઠળ યોજાતા આ ભવ્ય કાર્યક્રમમાં છેલ્લા બે ત્રણ વર્ષથી સમૂહ લગ્ન પણ આ કાર્યક્રમના અનુસંધાનમાં કરવામાં આવે છે.

આ વર્ષે ૬ યુગલો આ કાર્યક્રમમાં નિકાહના બંધનમાં બંધાયા હતા. આ યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે હાજર રહેલા સૈયદ દાદાબાપુ રૂપાલ, મુફતી અશરફ સાહબ રતનપુર, હાફીઝ ઇદ્રીશખાન બાલાસિનોર, સૈયદ અમીનબાપુ ઉમરેઠ, હાફીઝ હબીબુલ્લાહ વસો, શબ્બીરહુસૈન ઉર્ફે કારી બાપુ આણંદ, જલાલીબાપુ આણંદ,

સુન્ની મુસ્લિમ કમિટી ગોંડલના સુલેમાનભાઈ ઈસાણી, સૈયદ નાગાણીબાપુ વગેરે પ્રોગ્રામના અનુસંધાનમાં ફરમાવેલી તકરીરમાં કુરિવાજથી બચવા તેમજ એજયુકેશન પર ભાર મૂકયો હતો સાથે સાથે આજનો યુવાધન મોબાઇલમાં મસ્ત બન્યો છે તે બાબતે પર યુવાનોને ટકોર કરી હતી અને સમયનો સદુપયોગ કરવા હાકલ કરી હતી. કારી મુહમ્મદ રીઝવાન સાહબ મુબલ્લીગે સુન્ની દાવતે ઇસ્લામી (મુંબઈ) એ નાત પેશ કરીને લોકોના દિલ જીતી લીધા હતા

આ પ્રોગ્રામની વિશેષતા એ હતી કે ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રોગ્રામની શરૂઆતમાં દુનિયાભરમાં વસતા લોકોએ વર્ષ દરમિયાન જે ઝિક્ર કર્યા હતા જેવા કે ર્કુઆન પઢવું, દરૂદ શરીફ અને અન્ય વઝાઇફો મર્હુમોને બખ્શવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે પોણા નવ લાખ ર્કુઆન શરીફ અને અબજ થી પણ વધુ દરૂદ શરીફ.. સાથે અન્ય કુલ ૧૯૨ વિઈ વઝાઇફ લોકોએ પઢીને આ પ્રોગ્રામમાં મર્હુમોને બખ્શવા માટે મોકલ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.