અગ્નિકાંડમાં મૃતદેહ ઉંચકી હોસ્પિટલ પહોચાડતા 108ના છ કર્મચારી દાઝયા હતા
દિવસ રાત કામ કરી ફરજનિષ્ઠાનું ઉદાહરણ પુરું પાડયું
રાજકોટ, રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન તેમજ પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને અંગત ફાયદા માટે ભ્રષ્ટાચાર આચરીને ગેમેઝોનને ખુલ્લો દોર આપી ર૭ લોકોને આગમાં હોમી દીધા છે. બીજી તરફ ૧૦૮ ના કર્મચારીઓએ આ અગ્નિકાંડ વખતે પીડીતોને બચાવતા પોતાની ચામડી બાળી હતી.
રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં ર૭ લોકોના મૃત્યુ થયા છે. અને આઠ જેટલા લોકોને નાની મોટી ઈજા પહોચી હતી. જેમને ર૦ જેટલી એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં અન્યના જીવ બચાવા તેમજ મૃતદેહો હોસ્પિટલમાં પહોચાડવામાં કામગીરી દરમ્યાન પથી૬ જેટલા ૧૦૮ના કર્મચારીઓને પણ નાની મોટી ઈજા પહોચી હતી. તેઓ પણ હાથ-પગમાં દાઝયા હોય તે ઘટના સામે આવી ેછ.
રાજકોટ ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું હતું કે સાંજના સમયે ઘટનાની પ.૪૪ વાગે ઈમરજન્સી કોલ મળ્યો હતો. બનાવ મોટો હોવાની જાણ થતા મેજર કોલ જાહેર કરી ૭ મીનીટમાં એક સાથે ૬થી૭ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોચાડવામાં આવી હતી. આ પછી ઘટના અને પરીસ્થિતી જોતા ર૩ મીનીટમાં કુલ ર૦ એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી.
૬ વાગે અને ૬ મીનીટ સુધીમાં અમે રીલેવટ એજન્સી તેમજ ડીઝાસ્ટર અને જીલ્લા કલેકટરને બનાવ અંગે ૬.૧૦ વાગ્યા સુધી બનાવ અંગે જાણ કરી હતી. શરૂઆતમાં બચાવ કામગીરી ચાલુ હતી ત્યારે ૮થી૯ લોકોને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેઓએ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જયારે આગ કાબુમાં આવ્યા પછી મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે,૧૦૮ એમ્બયુલસ દ્વારા કુલ ૧૯ મૃતદેહ સીવીલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. અમારા કર્મચારીઓ તાલીમ બદ્ધ હોવાથી તેઓ કાળજીપુર્વક હીમત પુર્વક કામગીરી કરી હતી. આ ઘટનામાં અમારા પથી૬ કર્મચારીઓને પણ નાની મોટી ઈજાઓ પહોચી છે.