જોધપુરમાં લગ્ન પ્રસંગમાં એક સાથે છ ગેસ સિલેન્ડર ફાટ્યા, ૫ લોકોના મોત
જાેધપુર, જાેધપુરમાં માતા કા થાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ સિલેન્ડરના આઘાત હવે શાંત થયો નથી ત્યાં વધું એક ગેસ સિલેન્ડરની દુર્ઘટનાથી જિલ્લામાં સોપો પડી ગયો છે.
હકીકતમાં જાેધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારમાં ભુંગરા ગામમાં ગુરુવારે બપોરે લગ્નના એક સમારંભ સ્થળ પર જાન નિકળે તે પહેલા મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. જ્યાં લીકેજ બાદ એક પછી એક છ ગેસ સિલેન્ડર ફાટતા ૫ લોકોના મોત થઈ ગયા છે.
તો વળી આ દુર્ઘટનામાં ૬૧ લોકો ઘાયલ પણ થયા છે. આ દુર્ઘટનાની ચપેટમાં વરરાજાના પિતા પણ આવી ગયા છે. તો વળી મહિલાઓ અને માસૂમ બાળકો પણ ઘાયલ થયા હોવાની સૂચના મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, ૩૫ લોકોના હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટના બાદ લગ્ન પ્રસંગ અને આખા ગામમાં માતમ છવાયો હતો. કહેવાય છે કે, લગ્ન પ્રસંગ દરમિયાન ખાવાનું બની રહ્યું હતું અને ગામલોકો ભોજન લઈ રહ્યા હતા. આગ લાગતા જ ખાવાનું બનાવતા લોકો ગેસનો ચૂલો છોડીને ભાગવા લાગ્યા.
પાઈપ પણ સળગી ગયા અને તેના કારણે ગેસ લીકેજ થતો રહ્યો અને તેનાથી મોટી દુર્ઘટના થઈ હતી. સૂચના મળતા જાેધપુરથી એક ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે આવી ગઈ. ૬૦ ઘાયલ લોકોને શેરગઢ, બાલેસર તથા સેતરાવાની હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર બાદ અમુક લોકોને ઘરે જવા દીધા હતા. જ્યારે ૫૧ જણાંને જાેધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રેફર કર્યા છે. ત્યા સુધીમાં બે વર્ષના બાળક તથા ચાર વર્ષની બાળકીનું મોત થઈ ચુક્યું હતું. હાલમાં ૩૫ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.SS1MS