પરિવારના છ સભ્યોએ સામૂહિક ઝેર પીધું, ત્રણનાં મોત
પરિવારની ૩ મહિલા, ૨ પુરૂષ અને ૧ બાળકે આપઘાતનો પ્રયાસ કર્યો, ત્રણને સારવાર માટે હોસપિટલમાં ખસેડાયા
વડોદરા, વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના છ સભ્યોએ એક સાથે ઝેર પીધુ હોવાની ઘટના બુધવારે બપોરે બની હતી. એક જ પરિવારની ત્રણ મહિલા, બે પૂરૂષ તથા એક બાળકે સામૂહિક રીતે ઝેર પીધુ હોવાના કારણે ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. Six persons of a family attempt suicide in Sama. Three died ( including children)while three others sent to hospital
સૂત્રોના જણાવ્યા અનુસાર સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં એક જ પરિવારના છ લોકોએ સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. એક જ પરિવારના ૬ લોકોએ ઝેરી દવા પીને જીવન ટુંકાવાનો કરેલા પ્રયાસમાં પરિવારની ત્રણ મહિલા, એક બાળક અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.
Six persons of a family attempt suicide in Sama. Three died ( including children)while three others sent to hospital pic.twitter.com/x3b2P4TvVV
— Our Vadodara (@ourvadodara) March 3, 2021
આ પૈકીના ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ તમામને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ચકચારી ઘટના અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. છ લોકોએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઇ ગયા છે.