તહેવારોને કારણે મીઠાઈના વેચાણમાં છ ગણો વધારો

અમદાવાદ, ગણેશોત્સવ ધામધૂમથી આસ્થાભેર શરૂ થઈ ચૂક્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. શહેરમાં ખૂબ રોનક જાેવા મળી રહી છે. જાે કે દર વર્ષે ગણેશોત્સવના આગમનથી લઈને વિસર્જન સુધીની ઈવેન્ટનો ટ્રેન્ડ ધીરે ધીરે બદલાઈ રહ્યો છે
ત્યારે ગણેશજીને ધરાવવામાં આવતા પ્રસાદે પણ નવા ફ્લેવર અને ક્લેવર ધારણ કર્યા છે. પ્રસાદમાં ધરાવાતી મીઠાઈના રંગ અને રૂપ પણ બદલાઈ ગયા છે. પહેલા શ્રીજીને માત્ર બેસનના મોદક અને લાડુનો ભોગ ચડાવવામાં આવતો હતો પરંતુ હવે મોદકમાં પણ ૩પથી વધુ વેરાયટી અને ફ્લેવર જાેવા મળી રહ્યા છે.
જેમાં કેસર, ડ્રાયફ્રૂટ, પિસ્તા, પાન, બ્લૂબેરી, રોઝ ફ્લેવર, ચોકલેટ, રેડ વેલવેટ સહિતની ફ્લેવર એડ કરાઈ છે. જાે કે તેમ છતાં સૌથી વધારે બેસનથી બનેલા તેમજ કેસર અને નારિયેળ ફ્લેવરના પરંપરાગત મોદક લોકો વધુ પસંદ કરી રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન મીઠાઈનું વેચાણ પણ સામાન્ય દિવસોની સરખામણીમાં છ ગણું વધી ગયું છે.
ઉત્સવ દરમિયાન રોજ મીઠાઈની દુકાનેામાંથી ૧પ૦ સેટ છપ્પન ભોગ બાસ્કેટ રૂા.૧૦૦૦થી લઈને પ૦૦૦ સુધીમાં વેચાઈ રહ્યા છે. મીઠાઈઓનું વેચાણ ગણપતિ ઉત્સવ દરમિયાન આઠથી ૧૦ ગણું વધી જાય છે. ઘણાં બધા મંડળો લાડુ અને ચોકલેટના હાર પણ ભગવાનને અર્પણ કરે છે.
મોંઘવારીનો આકરો માર દરેક આયોજન પર પડ્યો હોવા છતાં ભક્તો પૂરા ભાવ સાથે વિઘ્નહર્તાની ઉપાસનામાં લીન બન્યા છે. ભગવાન ગણેશને મોદક અર્પણ કરવો એ શ્રૈષ્ઠ ભોગ માવામાં આવે છે., પરંતુ ગણેશોત્સવ દરમિયાન મોદકની સાથે અન્ય ઘણી વસ્તુઓ પણ પ્રસાદભોગમાં સામેલ કરી શકાય છે.
એવું માનવામાં આવે છે કે ગૌરી પુત્ર ગણેશજીની પૂજા દરમિયાન મોદક ધરાવવાથી તેઓ જલદી પ્રસન્ન થઈ જાય છે. દરેક પ્રસંગે ભગવાન ગણેશની પૂજામાં મોદક ચોક્કસ ધરાવવામાં આવે છે, પરંતુ મોદક ઉપરાંત પણ કેટલાક ભોગ ગણેશજીને પ્રિય છે, જેથી ગણેશોત્સવ દરમિયાન બાપ્પાને પૂરણપોળીનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે. પૂરણપોળી મહારાષ્ટ્રની પરંપરાગત મીઠી વાનગી છે. આ પૂરણપોળી ચણાની દાળ અને ગોળમાંથી તૈયાર કરવામાં આવે છે.