છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓએ માગ્લેવ ટ્રેન પ્રદર્શિત કરી વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાનું ગૌરવ
(પ્રતિનિધિ)વાપી, વાતે ખાતે આવેલ આંતર શાળા વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનમાં ઝળકી. પોદ્દાર વર્લ્ડ સ્કુલ દ્વારા આંતર શાળા વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન અંતર્ગત SCIPOTECH-2023 સાયન્સ અને ટેકનોલોજી નું STEAM/STEM આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રદર્શન અંતર્ગત કાર્યકારી મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ત્રણ લેવલ રાખવામાં આવ્યા હતા.
વિજ્ઞાન કાર્યકારી મોડેલ અંતર્ગત જુનિયર લેવલ માં ધોરણ પાંચ નો વિદ્યાર્થી મયંક શર્મા અને વિદ્યાર્થીની અંશિકા સીંગ હાઈડ્રોલિક મશીન પ્રદર્શિત કરી તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે મિડલ લેવલમાં ધોરણ છ ના વિદ્યાર્થીઓ કુશ પટેલ અને જશ પટેલ માગ્લેવ ટ્રેન પ્રદર્શિત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધોરણ સાતનો વિદ્યાર્થી આદિત્ય ગુપ્તા અને સુશીલ નિશાદે હાઈબ્રીડ ચાર્જીંગ સ્ટેશન પ્રદર્શિત કરી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ટેકનોલોજી પ્રદર્શન અંતર્ગત જુનિયર લેવલ માં ધોરણ પાંચ ની વિદ્યાર્થીની નિધી પિસલ અને વિદ્યાર્થી રિત્વીક ત્રિપાઠી ઇલેકટ્રિક વ્હીકલ પ્રદર્શિત કરી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધોરણ આઠનો વિદ્યાર્થી હિમાંશુ ચીમ્પા અને વિદ્યાર્થીની કાજલ તિવારીએ શાહી સાથે ક્રોમેટોગ્રાફી પ્રદર્શિત કરી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સિનિયર લેવલ માં ધોરણ બાર ની વિદ્યાર્થીની કરિના પાંડા અને વિદ્યાર્થી રોહન તિવારી એ મેગ્નેટિક હિલીંગ થેરાપી પ્રદર્શિત કરી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓ અંજની ગુપ્તા અને સુમિત સીંગ આદિત્ય એલ-૧પ્રદર્શિત કરી તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ એ મેળવેલ સફળતા બદલ તેમને અને તેમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા.