કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પર્યટક સીયાચીન બેઝ કેમ્પ સુધી જઈ શકશે

લેહ-લદાખમાં પર્યટનને પ્રોત્સાહન અપાશે, સિયાચીન-ગાલવાન સુધી પર્યટકો જઈ શકશે
(એજન્સી)નવીદિલ્હી, લેહને દેશના બાકીના ભાગો સાથે જોડતો જોજીસ પાસ વહેલો ખુલતાં સિયાચીન બેઝ કેમ્પ પર્યટકો માટે ખુલી ગયો છે. આ રીતે પુર્વ લદાખની ગાલવાન ખીણ પણ આગામી ૧પ જુનથી સ્યોગ ગાંવના રસ્તે પર્યટકનોના માટે ખોલી દેવામાં આવશે.
વાસ્તવીક નિયંત્રણરેખા એલએસી ને અડીને આવેલી આ એ જ જગ્યા છે. જયાં પાંચ વર્ષ પહેલાં હિસક અથડામણ થઈ હતી. ગાલવાન ખીણ સુધી જવું અત્યારે પ્રતીબંધીત છે. લદાખ ઓટોનોમસ હીલ ડેવલપમેન્ટ કાઉન્સીલના ચીફ એકિકયુટીવ કાઉન્સીલ સીઈસી તાશી ગ્લાસને જણાવ્યું કે સીયાસીન બેઝ કેમ્પ જવા માટે પર્યટકોએ અગાઉથી કોઈ પ્રકારની મંજૂરી લેવાની જરૂર નહી પડે.
તાજેતરમાં જ સીઈસી તાશી ગ્લાસનના નેતૃત્વમાં એક પ્રતીનીધીમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની મુલાકાત લઈ ચુકયું છે. તેમાં લદાખમાં જુદાજુુદા ક્ષેત્રમાં વિકાસ સાથે પર્યટન અને કનેકટીવીટી અંગે ખાસ વાતચીત થઈ હતી. આ પ્રતીનીધીમંડળેને કેન્દ્ર તરફથી શકય તેટલા સમર્થનનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ગ્લાયસને જણાવ્યું કે, એવું પહેલીવાર બનશે કે ગાલવાન ખીણ પર્યટકો માટે ખુલશે.
જોજીલા પાસ વહેલો ખુલવાના કારણે સિયાચીન બેઝ કેમ્પ સહીત અન્ય પર્યટન સ્થળો પણ વહેલા ખોલવાની તક મળી છે. સીયાચીન બેઝ કેમપ દુનિયાનું સૌથી યુદ્ધ ક્ષેત્ર છે. અહી ભારતીય સેના હંમેશા તહેનાત રહે છે. સિયાચીન બેઝ કેમ્પમાં પર્યટકોને સેનાના જવાનોના જીવન વિશે જાણવાની તક મળશે.
ગલવાન ખીણ એલએસીના પુર્વ ભાગમાં છે. આ ખીણની ચારેબાજુ ઉબડખાબડ જમીન છે. ઉત્તરરમાં કારાકોરમ પર્વત શ્રૃંખલા છે. આ અકસાઈ ચીનની નજીક છે જે ભારત અને ચીન વચ્ચે વિવાદીત ક્ષેત્ર છે.