Western Times News

Gujarati News

સ્કેચર્સ ઇન્ડિયાએ વોકિંગમાં ચેમ્પિયન રેન્જ ગો વોક 6 લોન્ચ કરી

લોકપ્રિય સ્કેચર્સ ગો વોકની રેન્જ લાઇટવેઇટ ગો વોક 6 કલેક્શન શ્રેષ્ઠ સુવિધા આપશે

ધ કમ્ફર્ટ ટેકનોલોજી કંપની™ સ્કેચર્સએ ભારતમાં એના અતિ સફળ વોકિંગ શૂ ગો વોક 6ની છઠ્ઠી રેન્જ પ્રસ્તુત કરી છે. ગો વોક 6 કલેક્શન લાઇટવેઇટ અલ્ટ્રા ગો® કુશનિંગ મિડસોલ અને વધારાના સપોર્ટ માટે હાઇ-રિબાઉન્ડ હાયપર પિલર ટેકનોલોજી™ ધરાવે છે. Skechers India continues championing walking with the launch of the GO WALK 6

ગો વોક 6 ફૂટવેરનું નવું કલેક્શન કંપનીના વર્ષોથી ભારતમાં વોકિંગ કેટેગરી વિકસાવવાના પ્રયાસો પર નિર્મિત છે, જે એણે ગો વોકલાઇનની અગાઉની એડિશનમાં કર્યા છે.

જ્યારે વોકિંગ કે ચાલવાનું મહત્વ અભૂતપૂર્વ રીતે વધ્યું છે, ત્યારે આ મહત્વપૂર્ણ તબક્કે આ નવું કલેક્શન પ્રસ્તુત થયું છે. સ્કેચર્સ ગોવોક 6ની ડિઝાઇન ઉપભોક્તાઓને એક્ટિવિટી માટે ખાસ કમ્ફર્ટ ટેકનોલોજી સાથે બનાવેલા વોકિંગના શ્રેષ્ઠ અનુભવને આપવા તૈયાર કરી છે.

કલેક્શનની હાયપર પિલર ટેકનોલોજી શ્રેષ્ઠ સુવિધા આપશે અને વોકિંગ કરશો ત્યારે રિબાઉન્ડ થશે. દરેક પેર એર-કૂલ્ડ ગોગા મેટ™ ઇનસોલ સાથે ડિઝાઇન કરી છે તથા સુવિધાથી સંચાલિત અનુભવ માટે એથ્લેટિક અપર ધરાવે છે. ફ્લેક્સિબલ ટેપર્ડ ડિઝાઇન હાયપર પિલર ટેકનોલોજી અલ્ટ્રા ગો મિડસોલ ફોમ વચ્ચે કામ કરતી જોવા મળે છે.

ગો વોક 6 કલેક્શનના લોંચ પર સ્કેચર્સ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ શ્રી રાહુલ વીરાએ કહ્યું હતું કે, “સ્કેચર્સ કમ્ફર્ટ ટેકનોલોજી કંપની છે અને હંમેશા આ મુખ્ય ખાસિયતને હાર્દમાં રાખીને ઉત્પાદનો બનાવે છે. ગો વોક 6 કલેક્શન પ્રસ્તુત થવાથી વોકિંગ શૂની હાલની કેટેગરી શ્રેષ્ઠ સ્તરે પહોંચાડશે અને એવું ઉત્પાદન પ્રદાન કરશે, જે અમારા ગ્રાહકોની વોકિંગ સફરનો આવશ્યક ભાગ બનશે. જેમ અમે બજારમાં દરેક ઉત્પાદન પ્રસ્તુત કરીએ છીએ, તેમ આ કલેક્શન ફૂટવેર ઉદ્યોગમાં ઉપલબ્ધ લેટેસ્ટ અને બેસ્ટ ટેકનોલોજીનો ભાગ બનશે.”

સ્કેચર્સ ગોવોક 6માં પુરુષો અને મહિલાઓ એમ બંને માટે ઉત્પાદનો સામેલ હશે તથા એની કિંમત Skechers.in અને સ્કેચર્સના રિટેલ સ્ટોર્સ પર રૂ. 5,499/-ની કિંમતથી શરૂ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.