Western Times News

Gujarati News

સુરતની સ્કાયનેટ એનર્જીનું ૯૦ લાખમાં ઉઠમણુ: 1 ની ધરપકડ

પ્રતિકાત્મક

સોલાર પ્લાન્ટમાં રોકાણના નામે ૧૦ ટકા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે રોકાણ લીધું હતું. 

સુરત, સુરતમાં સોલાર પ્લાન્ટમાં રોકાણના નામે સ્કાયનેટ એનર્જીનું ૯૦ લાખમાં ઉઠમણુૃ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. સોલાર પ્લાન્ટમાં રોકાણ કરી દર મહિને ૧૦ ટકા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે રોકાણ કર્યુ હતુ. (Skynet Energy Tech vesu Surat Gujarat)

હાલ પ સામે ૯૦.૧પ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધવામાં આવી છે. અને આ છેતરપીંડીનો આંકડો વધી શકે એવી શક્યતાઓ રહેલી છે. દરમ્યાન પોલીસે આરોપી ભદ્રેશ રતિલાલ પટેલની (Bhadresh Ratilal Patel arrested) ધરપકડ કરી હતી.

શહેરના વેસુ ચાર રસ્તા પાસે આવેલી વેસ્ટર્ન બિઝનેસ પાર્ક બિલ્ડીંગમાં સ્કાયનેટ એનર્જી માઈનિંગ ટેક પ્રા.લી. કંપની દ્વારા રોકાણકારોને દર મહિને રોકાણ ઉપર ૧૦ ટકા વળતરની લાલચ આપવામાં આવી હતી. જેથી રીંંગ રોડના એકાઉન્ટન્ટ જીજ્ઞેશભાઈ દલાલે ૧૧ લાખ રૂપિયા રોક્યા હતા.

ત્યારબાદ કંપનીએ કોરોનાનું બહાનુ આગળ ધરીન વળતર પણ બંધ કરી દીધુ હતુ. તપાસ દરમ્યાન આ કંપની બોગસ હોવાનુૃં બહાર આવતા ક્રાઈમ બ્રાંચમાં ફરીયાદ કરવા પહોંચ્યો હતો. આ યુવક ઉપરાંત બીજા પણ ભોગ બન્યાની ફરીયાદ કરવા પહોંચ્યા હતા. પોલીસે હાલ ૯૦.૧પ લાખની છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે એક આરોપી ભદ્રેશ રતિલાલ પટેલની ધરપકડ કરી છે.

રાજેન્દ્રનાથ (RAJENDRANATH) , સાગર, શેખ વસીમ અક્રમ (SHAIKH WASIM AKRAM), મુસ્તુફા અને ભદ્રેશ પટેલે ર૦૧૮માં સ્કાયનેટ એનર્જી માઈનિંગ ટેક પ્રા.લી.નામની કંપની ચાલુ કરી હતી. અને પોતાની કંપનીએ ધોલેરામાં સોલાર પ્લાન્ટ ચાલુ કર્યો છે જેથી કોઈ રૂપિયા રોકાણ કરશે તો દર મહિને ૧૦ ટકા વળતર ચુકવવાની લાલચ આપી હતી. આ સ્કીમના કારણે ૯૦.૧પ લાખ રૂપિયાનુૃં લોકો પાસે રોકાણ કરાવ્યુ હતુ. ત્યારબાદ કંપની બોગસ હોવાનું સામે આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.