મોબાઈલની બેટરીમાં વિસ્ફોટ થતાં સૂતેલી મહિલાનું મોત
નવીદિલ્હી, મહિલા સૂતી હતી. મોબાઈલ તેની બાજુમાં જ રાખ્યો હતો, તે દરમિયાન અચાનક મોબાઈલની બેટરી ફાટતાં નજીકમાં સૂઈ રહેલી મહિલાનું મોત થઇ ગયું. એક યુટ્યુબરે સોશિયલ મીડિયા પર આ દાવો કર્યો છે.
યુટ્યુબરનું કહેવું છે કે મહિલા તેની કાકી હતી, જે દિલ્હી એનસીઆરમાં રહેતી હતી. યુટ્યુબરે આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે. તે જ સમયે, જે મોબાઈલમાં વિસ્ફોટ થયો તે Xiaomi સ્માર્ટફોન હતો. કંપનીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની તપાસ કરવાની વાત કરી છે.
યુટ્યુબર જે એમડી ટોક વાઈકી તરીકે પ્રખ્યાત છે, તેણે વિસ્ફોટિત ફોનની સાથે પથારી પર પડેલી તેની કાકીનો સ્ક્રીનશૉટ શેર કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે કથિત બેટરી બ્લાસ્ટમાં તેના સંબંધીનું મૃત્યુ થયું છે જે દિલ્હી- એનસીઆરમાં રહેતી હતી.
ટ્વીટ પ્રમાણે, “ગઈ રાત્રે મારી આંટી મૃત હાલતમાં મળી આવી હતી, તે Xiaomi નો ઉપયોગ કરી રહી હતી, તે સૂઈ રહી હતી અને તેણે ફોન તેના ચહેરા પાસે તકિયા પાસે મૂક્યો હતો અને થોડીવાર પછી તેનો ફોન વિસ્ફોટ થયો. આ અમારા માટે ખરાબ સમય છે. સપોર્ટ કરવાની જવાબદારી બ્રાન્ડની છે.”
Xiaomiએ ટિ્વટમાં જવાબ આપ્યો, કંપની અસરગ્રસ્ત પરિવાર સુધી પહોંચવા અને પરિસ્થિતિની તપાસ કરવા માટે કામ કરી રહી છે. Xiaomi Indiaમાં ગ્રાહક સુરક્ષા અત્યંત મહત્વની છે અને અમે આવી બાબતોને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ.
અમારી ટીમ પીડિત પરિવારનો સંપર્ક કરી ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.”હરિયાણાના યુટ્યુબરે આગળ પોસ્ટ કર્યું કે મૃતકનો પુત્ર ભારતીય સેનામાં ફરજ બજાવે છે અને પરિવાર ખૂબ જ સાદું જીવન જીવતો હતો.
યુટ્યુબરે ટ્વીટમાં કહ્યું, “એમનો પરિવાર સરળ છે, પુત્ર ભારતીય સેનામાં છે. તેણી તેના ફોનનો ઉપયોગ ફક્ત કોલ કરવા અને યુટ્યુબ જાેવા માટે કરતી હતી. હવે જાે બ્રાન્ડ્સ તેમની ભૂલો સ્વીકારતી નથી અને સીધી જવાબદારી ન લે, જાે કોઈ પરિવારને ન્યાય માટે ઊભા રહેવું પડે તો તેનો શું ફાયદો.”SS1MS