નસકોરા-દિવસમાં ઉંઘથી ગ્લુકોમાનું જાેખમ ૧૧% વધુ
અતિશય તણાવ આંખના સ્વાસ્થ્ય માટે ખરાબ, તેનાથી દ્રષ્ટિ નબળી થવા ઉપરાંત ગ્લુકોમાનો પણ મોટો ખતરો
ન્યુયોર્ક, અતિશય તણાવ બીમારી આંખોના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. તે તમારી આંખોની રોશની પણ છીનવી શકે છે. એક રીસર્ચ અનુસાર તણાવથી ગ્લુકોમા, વિઝન લોસ ઉપરાંત આંખોથી જાેડાયેલી અઅનેક સમસ્યાનો ખતરો વધી જાય છે.
સૌથી વધુ આંખ નબળી થવાનું જાેખમ હોય છે. તાજેતરમાં થયેલા એઅક રીસર્ચમાં જાણવા મળ્યું છે કે ર૦૪૦ સુધી દુનિયાભરમાં ગ્લુકોમાના દર્દીઓની સંખ્યા વધીને ૧૧ કરોડની આસપાસ પહોચી જશે. વાસ્તમાં નિરંતર તણાવથી ઓટોનોમીક નર્વસ સીસ્ટમમાં અસંતુલન અને વાસ્કયુલર ડીરેગુલેશનને કારણે નેત્ર અને મગજ પર નકારાત્મક અસર પડે છે.
સંશોધકો પ્રમાણે ઈટ્રાઓકલુઅર પ્રેશરમાં વૃદ્ધિ, એડોથેલીયન ડીસફંકશન ફલેમર સિન્ડ્રોમ અઅને સોજાે, તણાવના કેટલાક એવા પરીણામ છે.જેનાથી વધુ નુકશાન થાય છે. આંખોની નસ અને બ્લડ વેસલ્સ કોટીસોલ નામનો હોર્મોનની પ્રભાવીત થાય છે.
જે આંખોને અસર કરે છે. જયારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આંખોની અંદર રહેલું ફલુઈડમાં તણાવ વધવાની સાથે દબાણ વધે છે. જેનાથી બ્લડ વેસલ્સ સુકાઈ જવાનો ખતરો વધે છે જે આંખોમાં થનારી એનેક પ્રકારની સમસ્યાઓનું કારણ હોય છે. જાે કોઈ વ્યકિતની આંખોની સારવાર ચાલતી હોય અને ત્યારે એ વ્યકિત વધુ તણાવમાં હોય તો આંખને સાજી થવામાં વધુ સમય લાગે છે.
નિયમીત ઉંઘની પેટર્ન કરતાં નસકોરા તેમજ દિવસમાં ઉંઘ લેતા લોકોમાં ગ્લુકોમાનું જાેખમ ૧૧% વધુ હોય છે. અનિદ્રા અથવા ઓછી-વધુ ઉંઘ લેતા લોકોમાં જાેખમ ૧૩% વધી જાય છે. સ્વભાવ, શીખવાની ક્ષમતા તેમજ યાદશકિતને પણ અસર થાય છે.