સુરતમાં દારૂની બોટલો સાથે રસ્તા વચ્ચે બેસીને નારાઓ લગાવાયા
સુરત, ગિફ્ટ સિટીમાં દારૂ છૂટના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવા જતા કાયદો જ તોડ્યો હોવાનું સામે આવ્યું છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય સામે સુરતમાં સ્વાભિમાન સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના આગેવાન કિરીટ વાઘેલા સહિતના સભ્યોએ ભાગળ ચાર રસ્તા પર વિરોધ કર્યો હતો. દારૂની બોટલો સાથે રસ્તા વચ્ચે બેસીને નારાઓ લગાવાયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસે પ્રદર્શન કરનારાઓને અટકાવ્યા હતા. સુરતમાં સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનો દ્વારા ગુજરાત સરકારના નિર્ણયનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો. આગેવાન કિરીટ વાઘેલા દ્વારા વિરોધ કરાયો હતો. સુરતના ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં દારૂની બોટલો સાથે વિરોધ કરાયો હતો. સાથે જ નારા લગાવ્યા હતા, જ્યારે પોલીસે તમામને અટકાવ્યા હતા.
શહેરની ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. ગાંધીનગરમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે. આ મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિષ્ય ઘરથી માંડીને રસ્તા સુધી અને રાજકારણમાં પણ મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. સાથે જ સુરત, મોરબી અને રાજકોટમાં પણ આવી માંગ ઉઠી છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે, ગિફ્ટ સિટી વિસ્તારમાં આવતી હોટલ્સ, રેસ્ટોરાં કે ક્લબે પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડવા માટે એફ.એલ.૩ પરવાના મેળવવાના રહેશે. વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડનાર એકમ દારૂ પીવડાવી શકશે પરંતુ તેનું વેચાણ નહીં કરી શકે એ સ્પષ્ટતા કરવામાં આવી છે.SS1MS