ગોંડલના રાજાશાહી સમયના ૧૨૫ વર્ષ જૂના બ્રિજની ધીમી કામગીરી
અમદાવાદ, ગોંડલના રાજાશાહી સમયના ૧૦૦ વર્ષ અને ૧૨૫ વર્ષ જુના બ્રિજ મામલે હાઈકોર્ટે સખ્ત નારાજગી દર્શાવી છે. બ્રિજની ધીમી કામગીરી મુદ્દે હાઈકોર્ટે નગરપાલિકા અને સરકારને સવાલ પૂછ્યા હતા. બ્રિજ કામગીરીની પ્રગતિ મુદ્દે સવાલ કરતા શહેરી વિભાગ, યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટીને લખેલા પત્ર અંગે પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા છે.
હાઈકોર્ટે સવાલ કર્યો છે કે નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગના કાર્યમાં યુથ એન્ડ કલ્ચર વિભાગ શું કામ કરશે? હાઈકોર્ટે એ પણ ટકોર કરી કે સંબંધિત કરેસમાં માત્ર સમય પસાર કરવાની વૃતિ હોય તેવુ જણાઈ રહ્યુ છે.
કોર્ટે સવાલ કર્યો કે શા માટે આર્કિયોલોજિકલ વિભાગનો સંપર્ક નથી કરાયો. હાઈકોર્ટે એ પણ ધ્યાન દોર્યુ કે આ એવો પ્રશ્ન નથી કે વર્ષો સુધી પ્રતિક્ષા કરવી પડે. વધુમાં જણાવ્યુ કે હજારો લોકો આ બ્રિજ પરથી રોજ પસાર થાય છે. ત્યારે લોકોના જીવ સાથે ચેડા અમે ચલાવી નહીં લઈએ. હવે બહુ થયુ અમને ચોક્કસ સમય જોઈએ.SS1MS